खेल

Blog single photo

2012 માં કરેલી સદીઓ ની સદી, સચિન એ ફરી એક વાર રાયપુર માં ઉજવી

18/03/2021

રાયપુર/ નવી દિલ્હી,18 માર્ચ (હિ.સ.) ભારતના ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે, સદીઓની સદી બનાવવાની ઉજવણી ફરી એક વાર કરી હતી. છત્તીસગઢ, આ વાતનુ સાક્ષી બન્યુ છે. 2012 માં સચિને, બાંગ્લાદેશ સામે 100 મી સદી ફટકારી હતી. તેની યાદો આજે પણ સચવાયેલી છે. રાયપુર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી, ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન તેની ઉજવણી કરવામાં આવી હતી.

સચિને સ્ટેડિયમના આકારના બે કેક કાપ્યા હતા. પહેલો ડ્રેસિંગ રૂમમાં અને બીજી હોટલમાં કેક કાપવામાં આવ્યો હતો. કેક કાપતાં ની સાથે જ ડ્રેસિંગ રૂમમાં આનંદનુ વાતાવરણ બની ગયુ હતુ. સચિનની આસપાસ યુવરાજ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, મોહમ્મદ કૈફ હતા. યુવરાજે કેકમાંથી ક્રીમ બહાર કાઢી, તેને સચિનને ​​ખવડાવ્યું અને થોડુક મોઢે લગાડ્યુ પણ હતુ.

સચિને હસતા હસતા યુવરાજને રોક્યો હતો, અને બીજા સાથીઓ સાથે પણ ઉજવણી કરવાનો ઇશારો  કર્યો હતો. આ પછી યુવરાજ સહિત ત્યાં હાજર ખેલાડીઓએ, કેકથી બીજા એક ખેલાડીનો ચહેરો સંપૂર્ણ રીતે રંગ્યો. રોડ સેફ્ટી ક્રિકેટ સિરીઝની મેચ રમવા માટે, ભારતીય ટીમના ધુરંધરો હાલમાં રાયપુરમાં છે.

સચિન રાયપુરમાં, ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમ સાથે કેક કાપીને ઉજવણી કરતો જોવા મળ્યો હતો. બીસીસીઆઈએ ટ્વિટ કરીને, તેને અભિનંદન આપ્યા છે.  એમ પણ કહ્યુ કે, '9 વર્ષ પહેલા સચિન તેંડુલકરે, 100 મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. આ રેકોર્ડ હજી અકબંધ છે.'

હિન્દુસ્થાન સમાચાર / કેશવ શર્મા / હિતેશ 


 
Top