राज्य

Blog single photo

સુરત : પી.એમ. કેર્સ ફંડમાંથી ફાળવવામાં આવેલા 10 વેન્ટીલેટર નવી સિવિલમાં આવી પહોચ્યા

16/04/2021

સુરત ,16 એપ્રિલ ( હિ.સ.)  કોરોનાની મહામારી વચ્ચે નવી સિવિલ હોસ્પિટલને પી.એમ. કેર્સ ફંડમાંથી વધુ 10 વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદિત આ વેન્ટિલેટર સુરત આવી પહોંચતા સિવિલ તંત્રને રાહત થઈ છે, તેમજ આગામી દિવસોમાં સિવિલની આરોગ્ય સુવિધામાં વધારો થશે.
ગાંધીનગર ખાતેથી 10 વેન્ટિલેટર આજે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત કિડની કોવિડ-19 હોસ્પિટલમાં આવ્યા હતા. બાયોમેડિકલ ઇજનેરો અને ટેકનિશીયનની તૈયાર રાખવામાં આવેલી ટીમ યુદ્ધના ધોરણે આ મહત્વના ઉપકરણોને સ્થાપિત કરવાની કામગીરી કરી રહ્યા છે. પી.એમ. કેર્સ ફંડમાંથી આ વેન્ટીલેટર ગાંધીનગર સિવિલમાં લાવવામાં આવ્યાં હતાં, જ્યાંથી આજે ખાસ વાહન મારફતે સુરત આવી પહોંચ્યા છે. શક્ય તેટલી ઝડપે વેન્ટીલેટરોને કાર્યરત કરાશે.
હિંદુસ્થાન સમાચાર /  ભાવેશ ત્રિવેદી 


 
Top