मनोरंजन

Blog single photo

પ્રિયંકા ચોપડાએ તેનો પતિ નિક જોન્સને બતાવ્યો ઓસ્કર ....

16/03/2021

નવી દિલ્હી, 16 માર્ચ ( હિ.સ.)   બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા, સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરો શેર કરવા ઉપરાંત અભિનેત્રીએ, તેના પતિ નિક જોન્સ માટે, પણ ખૂબ જ ખાસ વાત લખી છે. અભિનેત્રીએ તેની પોસ્ટમાં, તેના પતિ નિક જોન્સને તેના ઓસ્કર તરીકે વર્ણવતા લખ્યું હતું - 'રા તેનો પોતાનો ઓસ્કાર ! આ તમારી સાથેની ક્ષણોનો એક ભાગ છે. નિક જોન્સ, હું તમને પ્રેમ કરું છું. તમારી સાથે નોમિનેશનની ઘોષણા કરવાનુ ઘણુ મનોહર હતુ. 25 એપ્રિલે ઓસ્કર જુઓ.' 

પ્રિયંકાએ શેર કરેલી ત્રણ તસવીરોમાં, એકમાં પ્રિયંકા અને નિક ઓસ્કર ટ્રોફીના એક મોટા ઇન્સ્ટોલેશન સાથે, પોઝ આપતા જોવા મળ્યા હતા.  જેમાં બંને આ ટ્રોફી ચોરી કરવાનુ નાટક કરતા પણ જોવા મળી રહ્યા છે. આ તસવીર વધુ વાયરલ થઈ રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે, સોમવારે 93 મા એકેડેમી એવોર્ડ માટેના, નામાંકનની સૂચિ બહાર પાડવામાં આવી હતી. પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોન્સે, સોમવારે યુટ્યુબના સત્તાવાર યુટ્યુબ પેજ પર, લંડનથી લાઇવ બ્રોડકાસ્ટમાં, નામાંકનોની ઘોષણા કરી હતી. જેમાં પ્રિયંકા અને રાજકુમાર રાવની 'ધ વ્હાઇટ ટાઇગર'ને એડપ્ટેડ સ્ક્રીનપ્લે, કેટેગરીમાં નામાંકન મળ્યુ હતુ. તેના લેખક-દિગ્દર્શક રમિન બહરાનીને, બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં નામાંકન મળ્યું છે. પ્રિયંકાએ તેની ઉજવણી કરતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ હતુ -' અમને હમણાં જ ઓસ્કર માટે, નામાંકિત કરવામાં આવ્યા છે. અભિનંદન રમિન અને ટીમને. મારા પોતાના નામાંકનની ઘોષણા કરવી મારા માટે વિશેષ હતુ. બધા માટે ગર્વ છે.' 

આપને જણાવી દઇએ કે, આ કેટેગરીમાં ઓસ્કાર જીતવા માટે, 'ધ વ્હાઇટ ટાઇગર'એ બોરાટ સબ્સીકેંટ   મૂવી ફિલ્મ, ધ ફાધર, નોમેંડલેન્ડ અને માયામી વન નાઇટ સાથે સ્પર્ધા કરવી પડશે. ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર' ને ઓસ્કર માં નોમીનેશન માટે ફિલ્મની આખી ટીમ ની સાથે  દેશ ભરમાં પણ ઉત્સાહ અને ગૌરવ, અનુભવાઈ રહ્યુ છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top