आर्थिक

Blog single photo

ટોપ 10 માંથી 8 કંપનીઓના માર્કેટ કેપ માં 1,28,503.47 કરોડ નો વધારો

04/04/2021

નવી દિલ્હી, 04 એપ્રિલ (હિ.સ.) સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8 કંપનીઓ નું ની માર્કેટ પુંજીકરણ (માર્કેટ કેપ) ગયા અઠવાડિયે, સામૂહિક રૂપે, રૂ. 1,28,503.47 કરોડ વધી ગયું છે. આમાં સૌથી વધુ ફાયદો આઈટી કન્સલ્ટન્સી સેવાઓ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) અને ઇન્ફોસીસ એ મેળવ્યો હતો. ટીસીએસની માર્કેટકેપ, સપ્તાહ દરમિયાન રૂ. 36,158.22 કરોડ વધીને, 11,71,082.67 કરોડ રૂપિયા પર પહોંચી ગયા છે. 

આ સિવાય ઈન્ફોસિસની માર્કેટ કેપ રૂ 20,877.24 કરોડના વધારા સાથે રૂ. 5,90,229.35 કરોડ થયા છે. હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ કેપ રૂપિયા 19,842.83 કરોડ વધીને રૂ .5,63,767.05 કરોડ થઈ છે. જોકે, સમીક્ષા હેઠળના અઠવાડિયા માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનુ માર્કેટકેપ રૂ. 17,401.77 કરોડ વધીને રૂ. 12,81,644.97 કરોડ અને સ્ટેટ બેંકની માર્કેટકેપ રૂ. 12,003.6 કરોડ વધીને રૂ. 3,30,701.48 કરોડ થઈ ગયુ છે. 

આ સાથે આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ કેપ રૂ.10,681.76 કરોડના વધારા સાથે રૂ. 4,10,775.37 કરોડ અને કોટક મહિન્દ્રા બેંક નું માર્કેટ કેપ 6,301.56 કરોડ રૂપિયા વધારીને 3,57,573.74 કરોડ રૂપિયા થઈ ગયુ છે. તે જ સમયે, બજાજ ફાઇનાન્સે રુ. 5,236.49 કરોડ ઉમેર્યા છે, અને તેની માર્કેટ કેપ 3,17,563.53 કરોડ રૂપિયા છે.

તેનાથી વિપરિત, એચડીએફસી બેન્કનુ બઝાર પુંજીકરણ ટોચની દસ કંપનીઓની યાદીમાં  3,142.29 કરોડ રૂપિયા ઘટીને 8,19,474.22 કરોડ રૂપિયા પર પહોંચી ગયુ છે. તે જ સમયે, એચડીએફસી નું માર્કેટ કેપ રૂપિયા 171.38 કરોડ ઘટીને રૂ. 4,56,569.82 કરોડ થયુ છે. જોકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ ટેન કંપનીઓની યાદીમાં પ્રથમ સ્થાન પર કબજો જમાવી રહી છે. તે પછી અનુક્રમે ટીસીએસ, એચડીએફસી બેન્ક, ઇન્ફોસીસ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ અને બજાજ ફાઇનાન્સ ક્રમમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / હિતેશ 


 
Top