विदेश

Blog single photo

સિક્યોંગ/ સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનના રાષ્ટ્રપતિ પદની ચુટણી નો અંતિમ તબક્કો શરુ

11/04/2021

ધર્મશાળા / નવી દિલ્હી, 11 એપ્રિલ ( હિ.સ.) સિક્યોંગ/ સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનના રાષ્ટ્રપતિ પદની ચુટણી ના, ચૂંટાયેલા તિબેટીયન સંસદના 45 સભ્યો માટે, મતદાનનો અંતિમ તબક્કો, રવિવારે સવારે શરૂ થયો હતો. સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનના પ્રમુખ એટલે કે, પેમ્પા સેરીંગ અને કેલસાંગ દોરજે પ્રમુખ પદના ઉમેદવાર છે. 

પ્રથમ તબક્કાની ચૂંટણી દરમિયાન સિક્યોંગ / રાષ્ટ્રપતિ પદ માટે આઠ ઉમેદવારો હતા. તેમાંથી પેમ્પા સેરીંગે સૌથી વધુ 24 હજાર, 488 મતો મેળવ્યા હતા, અને કેલસાંગ દોરજે ને 14 હજાર, 544 મત મળ્યા હતા. 

તિબેટીયન ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર વાંગડુ સેરીંગે જણાવ્યુ હતુ કે, "મને એ વાતનો આનંદ થાય છે કે, લગભગ 26 દેશોમાં નિર્વાસિતો  એ તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે." ભારત સહિત વિદેશમાં મતદારોની કુલ સંખ્યા 83 હજાર, 079 છે.' તેમણે કહ્યું કે, 'અહીં બે પ્રકારના ચૂંટણીઓ હોય છે. એક ચૂંટણી સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે છે, અને બીજી ચૂંટણી સંસદીય ચૂંટણી  હોય છે.'

રાષ્ટ્રપતિ પદ માટે બે ઉમેદવારો છે. જ્યારે  45 સંસદીય બેઠકો માટે, અલગ ઉમેદવારો છે. રવિવાર એ ચૂંટણીનો અંતિમ તબક્કો છે, અને 14 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. 

હિન્દુસ્થાન સમાચાર / સતેન્દ્ર / પ્રભાત ઓઝા / હિતેશ 


 
Top