भारत

Blog single photo

સોનિયા ગાંધી નો નિર્ણય : કોંગ્રેસ મુખ્યાલય માં કોરોના કંટ્રોલ રૂમ ઉભો થશે

25/04/2021

નવી દિલ્હી, 25 એપ્રિલ ( હિ.સ.) કોરોના ચેપના વધતા જતા કેસોને જોતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ, દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં કંટ્રોલ  રૂમ  સ્થાપવા નિર્દેશ આપ્યો છે. આ સેલનો ઉપયોગ રાજ્યની કોંગ્રેસ સમિતિઓ, કોરોનાથી પીડિત લોકોને રાહત આપવાની દિશામાં પ્રદેશના કોંગ્રેસ સમિતિઓ સાથે સંકલન કરવા માટે કરવામાં આવશે.

કોંગ્રેસ સંગઠનના મહામંત્રી કે.સી. વેણુગોપાલે રવિવારે એક પ્રકાશન બહાર પાડી ને જણાવ્યુ હતુ કે, " કોરોના રોગચાળાના ભયંકર સંકટમાં, રાહત કામગીરી ઝડપી બનાવવાના ધ્યેય સાથે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ, પાર્ટી હેડક્વાર્ટરમાં કંટ્રોલરૂમ સ્થાપવા નિર્દેશ આપ્યો છે."  તેમણે એમ પણ કહ્યુ છે કે, " આ કંટ્રોલરૂમ દરેક રાજ્યની કોંગ્રેસ સમિતિઓના કન્ટ્રોલરૂમ સાથે સંકલન કરશે, જે જાહેર સહાયતા કરવાના કાર્યમાં ભાગીદાર છે. ઉદ્દેશ એ છે કે, રાજ્ય સમિતિઓની જરૂરીયાતો વહેલી તકે પૂરી કરવામાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં."

આ સમય દરમિયાન, પાર્ટી મુખ્યાલય અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિયંત્રણ ખંડના પરસ્પર સંકલન માટે, દૈનિક અહેવાલ પણ તૈયાર કરવામાં આવશે. જેને પછી પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓને સોંપવાનો  રહેશે. આ સંપૂર્ણ કાર્યને સંચાલિત કરવા અને નિયંત્રિત કરવા માટે, પાર્ટીએ ચાર સભ્યોની સમિતિની રચના પણ કરી છે. આ સમિતિમાં કોંગ્રેસના નેતા મનીષ ચતરથ, જમશેદપુરના સાંસદ ડો.અજયકુમાર, પક્ષના પ્રવક્તા પવન ખેડા, વરિષ્ઠ પત્રકાર અને કોંગ્રેસના નેતા ગુરદીપ સિંહ સપ્પલને રાખવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ / હિતેશ


 
Top