मनोरंजन

Blog single photo

ટીવી સિરિયલો ની પ્રખ્યાત અભિનેત્રી કાંચી સિંહ પણ કોરોના પોઝીટીવ

03/04/2021

નવી દિલ્હી, 03 એપ્રિલ, (હિ.સ.)     દેશમાં કોરોના રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. મનોરંજનની દુનિયા ની ઘણી હસ્તીઓ પણ કોરોના નો શિકાર બની છે. નીલ ભટ્ટ, મનીત જૌરા, દિલજીત કૌર, મોનાલિસા, આશિષ મલ્હોત્રા અને રૂપાલી ગાંગુલી વગેરે પછી હવે ટેલિવિઝન અભિનેત્રી કાંચી સિંહે પણ કરોના સંક્ર્મીતો માં પોતાનું નામ નોંધાવ્યું છે. કાંચીએ પોતે પણ તેની ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરી હતી. કાંચીએ પોતાની પોસ્ટમાં લખ્યું - 'દુર્ભાગ્યવશ, હું કોરોના માટે કરવામાં આવેલી તપાસમાં સકારાત્મક મળી છું. મેં મારી જાતને અલગ કરી લીધી છે અને ઘરે એકાંતવાસ માં છું. હું સલામતીની તમામ માર્ગદર્શિકાને અનુસરી રહી છું. જેઓ આજે બહાર છે, તે પોતાની સંભાળ રાખે અને જરૂર હોય તો જ બહાર નીકળે. હવે ઘર માં જ રહેવાનો અને સાથે મળીને આ ચેપ સામે લડવાનો સમય છે. લવ, કાંચી. '

કાંચીને કોરોના ચેપ લાગવાના સમાચાર મળ્યા હોવાથી તેના ચાહકો જલ્દીથી તેની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. અહેવાલો અનુસાર, કાંચી કોરોના ચેપગ્રસ્ત થયા પહેલા ભોપાલમાં તેની બોલિવૂડ ડેબ્યૂ માટે શૂટિંગ કરી રહી હતી. કાંચીએ બાળક અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરૂઆત બાલાજી ટેલિફિલ્મ્સની પ્રખ્યાત સીરિયલ 'કુટમ્બ' થી કરી હતી. આ પછી તે અનેક ટેલિવિઝન સિરિયલોમાં સતત દેખાતી હતી. ધારાવાહિક સસુરાલ સિમર કા, ઔર પ્યાર હો ગયા, પ્યાર તુને ક્યા કિયા, યે રિશ્તા ક્યા કહલાતા હૈ, વગેરે દ્વારા કાંચીએ દરેકનું દિલ જીત્યું અને દર્શકોના હ્રદય માં તેની ખાસ જગ્યા બનાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / પ્રભાત ઓઝા /માધવી 


 
Top