आर्थिक

Blog single photo

કોરોના સમયગાળા દરમિયાન, સોનાની આયાતમાં ઘટાડો ....

22/03/2021

નવી દિલ્હી, 22 માર્ચ ( હિ.સ.) કોરોના સંક્રમણ અવધિમાં, સોનાની આયાતમાં ઘટાડો થયો છે. આ એક વર્ષ દરમિયાન સોનાના ભાવમાં પણ વિક્રમી વૃદ્ધિ નોંધાઈ હતી. પછીથી તેના ભાવમાં પણ તીવ્ર ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાંથી સોનાની આયાતમાં ઘટાડો, ત્યારે જોવા મળ્યો જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેની કિમતો માં ઘટાડો નોધાયો હતો. સોનાના આ ચાલ થી, બજારના વિશ્લેષકો પણ હેરાન થઇ ગયા છે.      

વાણિજ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, 2020-21ના પ્રારંભિક 11 મહિના દરમિયાન, સોનાની આયાત ગત વર્ષ કરતા ઘટીને, 26.11 અબજ ડોલર હતી.  જ્યારે તેની પહેલા 2019-20 ના આ 11 મહિનામાં, 27 અરબ ડોલરની કિંમતથી આયાત થયું હતુ. સોનાની આયાતમાં કોઈ ઘટાડાની મોટી અસર, દેશના  વેપાર ખાધમાં ઘટાડો તરીકે પણ જોવા મળી હતી. આયાતમાં ઘટાડાને કારણે,  વેપાર ખાધ પ્રથમ 11 મહિનાના ચાલુ નાણાકીય ના ઘટાડો $ 84,62 અરબ ડોલર રહ્યો, જ્યારે 2019-20 આ 11 મહિના દરમ્યાન, વેપાર ખાધ 151.37 અરબ ડોલર હતી.

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત સૌથી વધુ સોનાનો ખરીદનાર છે. ભારતીય કંપનીઓ દ્વારા, સોનાની આયાત મુખ્યત્વે, ઝવેરાત ઉદ્યોગની માંગને પહોંચી વળવા કરવામાં આવે છે. ઝવેરી ઉદ્યોગ માટે દર વર્ષે 800 થી 900 ટન સોનુ આયાત કરવામાં આવે છે. આ વર્ષે આયાતમાં ઘટાડો થયો છે, તેથી બજારની માંગ પ્રમાણે ભાવમાં સતત વધારો થવો જોઇએ. આ જ કારણ છે કે, સોનાના ભાવમાં થયેલા ઘટાડાથી બજારના વિશ્લેષકો પણ આશ્ચર્યચકિત થયા છે. 

નિષ્ણાંતોનુ કહેવુ છે કે, જો અર્થવ્યવસ્થાની સ્થિતિમાં  સુધારો થાય, તો આગામી નાણાકીય વર્ષમાં સોનાની આયાત ફરી એક વખત વધી  શકે. તેનુ એક મોટું કારણ પણ આ વર્ષના, બજેટમાં ડ્યુટીમાં ઘટાડો હોવાનું કહેવામાં આવે છે. ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે, ઉદ્યોગપતિઓ કાનૂની માર્ગ દ્વારા સોનુ લાવવાનુ પસંદ કરી રહ્યા છે. આનાથી અગાઉની તુલનામાં સોનાની દાણચોરીમાં પણ ઘટાડો થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / માધવી 


 
Top