राज्य

Blog single photo

રાજ્યને મળતા રેમડેસિવિર ઈન્જેક્શનમાં ઘટાડો

08/05/2021

- ઑક્સીજન બાદ કેન્દ્રનો ગુજરાતને વધુ એક ઝટકો, રાજ્યને મળતા રેમડેસિવિર ઈન્જેક્શનમાં ઘટાડો
- કેન્દ્ર સરકાર એક્ટિવ કેસના આધારે રેમડેસિવિર ફાળવશે
- સોમવારથી 7 દિવસ ગુજરાતને રોજના 11392 ઈન્જેક્શન મળશે

અમદાવાદ, 08 મે (હિ.સ. )  ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આંશિક રાહત મળી રહી છે, પરંતુ કેસ દરરોજ વધી જ રહ્યા છે અને 12 હજારથી વધારે નવા કેસ દરરોજ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારે છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી રેમડેસિવિર ઈંજેક્શનમાં, કાપ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર હવે એક્ટિવ કેસના આધારે રેમડેસિવિર ફાળવશે. નોંધનીય છે કે, ગઇકાલે જ ગુજરાત રાજ્યએ સુપ્રીમ કોર્ટમાં સોગંધનામુ આપ્યુ છે કે, 'રાજ્યમાં કેન્દ્ર તરફથી ડિમાન્ડ કરતાં ઓછું ઑક્સીજન આપવામાં આવી રહ્યુ છે. ઑક્સીજન બાદ હવે રેમડેસિવિર મુદ્દે પણ ગુજરાતને હાથ નિરાશા આવી છે.' 

રાજ્યને પહેલા જે 15562 રેમડેસિવિર ઈન્જેક્શન દરરોજ મળી રહ્યા હતા, તેમાં ઘટાડો કરવાના આવ્યો છે. હવે સોમવારથી દરરોજ ગુજરાતને 11392 ઈન્જેક્શન આપવામાં આવશે. કેન્દ્ર સરકારની નવી ફોર્મ્યુલાના કારણે, રાજ્યને રોજ આપવામાં આવત ઈંજેક્શનમાં 4170નો ઘટાડો થયો છે. ગુજરાતને હવે સાત દિવસમાં 79,744 ઇન્જેક્શન જ મળશે. 

હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી  


 
Top