विदेश

Blog single photo

ભારત અને જાપાન વચ્ચે 2 + 2 મંત્રી કક્ષાની વાતચીત થશે

10/04/2021

ટોક્યો, નવી દિલ્હી, 10 એપ્રિલ ( હિ.સ.)    જાપાન અને ભારત આ મહિનાના અંતમાં, વિદેશ અને સંરક્ષણ પ્રધાનોની બેઠકની યોજના બનાવી રહ્યા છે. ટોક્યોમાં આ બેઠકની પ્રસ્તાવના છે. 

જાપાનના મીડિયા અહેવાલ મુજબ, જાપાનના વિદેશ પ્રધાન મોટેગી તોશીમિત્સુ અને સંરક્ષણ પ્રધાન કિશી નોબુઓ, ભારતના  વિદેશ પ્રધાન એસ જયશંકર અને  સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે બેઠક કરશે.

આ પહેલા 30 મી નવેમ્બર 2019 ના રોજ, નવી દિલ્હીમાં આવી બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ગયા વર્ષે જાપાન અને ભારત વચ્ચે સમજૂતી થઈ હતી, જે અંતર્ગત જાપાન અને ભારત - ખાદ્ય અને બળતણ ક્ષેત્રે, સહયોગ આપવા સંમત થયા હતા.  હવે યોજાનારી બેઠકમાં, સંરક્ષણ-સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

જાપાની સરકારના મતે, તે ભારતને એક સાથી તરીકે જુએ છે. જે પાયાના મૂલ્યો ની આપ-લે કરે છે. ભારત સ્વતંત્ર અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક તરફ કામ કરવામાં મદદ કરી શકે છે. ભારત અને જાપાન બંને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં, એકબીજાને સહયોગ આપવા માટેના પ્રયત્નો માટે પ્રતિબદ્ધ છે. ગયા મહિને ક્વાડ એલાયન્સ દરમિયાન ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા એ, ખુલ્લા અને સ્વતંત્ર ક્ષેત્રના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, 'કવાડ ભારતીય પ્રશાંત ક્ષેત્રમાં, એક મહત્વપૂર્ણ આધારસ્તંભ તરીકે કામ કરશે.' ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ભારતીય નૌકાદળ અને જાપાની દરિયાઇ દળોએ, સંયુક્ત સૈન્ય કવાયત હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / માધવી 


 
Top