ट्रेंडिंग

Blog single photo

વડા પ્રધાન દેશભરમાં, ઓક્સિજન સપ્લાયની સમીક્ષા કરી.....

16/04/2021

નવી દિલ્હી,16 એપ્રિલ (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, દેશભરમાં તબીબી ઓક્સિજનની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી. 

વડા પ્રધાને આ સમયગાળા દરમિયાન મંત્રાલયો અને રાજ્ય સરકારો વચ્ચે, વધુ સારા સંકલનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઓક્સિજનની ઉપલબ્ધતા, સંભવિત ઉપયોગ, તેના આવાગમન સંબંધિત મુદ્દાઓ પર, સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી અને તેમને યોગ્ય નિર્દેશો આપ્યા હતા. 

આ સમીક્ષા બેઠક દરમિયાન વડા પ્રધાને, કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા 12 રાજ્યોમાં, આવતા 15 દિવસમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અને તેના વપરાશની સમીક્ષા કરી હતી. આ સમય દરમિયાન, વડા પ્રધાન ને આ રાજ્યોમાં, જિલ્લા કક્ષા સુધીની પરિસ્થિતિથી અવગત કરવામાં આવ્યા હતા.

વડા પ્રધાનને કહેવામાં આવ્યુ હતુ કે, ' આગામી 15 દિવસમાં દર 5 દિવસે, આ રાજ્યોમાં કેટલા ઓક્સિજનની જરૂર પડશે !' તેમને કહેવામાં આવ્યુ હતુ કે, ' આ જરૂરિયાતોને પહોંચી વળવા, આ 12 રાજ્યોને અનુક્રમે 20, 25 અને 30 એપ્રિલ માટે, 4,880, 5,619 અને 6,593 મેટ્રિક ટન ઓક્સિજન ફાળવવામાં આવ્યા છે.'

વડા પ્રધાનને દેશમાં ઓક્સિજનના ઉત્પાદનની સ્થિતિ વિશે, માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં વડા પ્રધાને સૂચવ્યુ હતુ કે, ' દરેક એકમેં તેની શ્રેષ્ઠતામાં વધારો કરવો જોઈએ.' એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે, સ્ટીલ પ્લાન્ટોમાં રહેલ સરપ્લસ ઓક્સિજનનો ઉપયોગ, તબીબી હેતુ માટે ઉપયોગમાં લાવવો જોઈએ.'

વડા પ્રધાને અધિકારીઓને ઓક્સિજન વહન કરતા ટેન્કરોની, સ્વતંત્ર  હિલચાલ સુનિશ્ચિત કરવા જણાવ્યુ હતુ. આ સંદર્ભે, સરકારે દેશભરમાં ઓક્સિજન ટેન્કરો ના  આવાગમન ને, પરવાનગી રજીસ્ટ્રેશનથી મુક્ત કરી દીધા છે. સમાન ટ્રાન્સપોર્ટરોને, 24 કલાક ઓક્સિજનનો સપ્લાય અવિરત ચાલુ રહે, તે માટે કહેવામાં આવ્યુ છે, અને આ માટે ડ્રાઇવરો નુ સ્થળાંતર સુનિશ્ચિત કરવામાં આવ્યુ છે. 24 સલામતી ધોરણો સાથે, સિલિન્ડર ભરવા એકમો પણ સેટ કરવામાં આવ્યા છે. કામના સમયની મંજૂરી આપવામાં આવી છે.

 સરકારે તમામ સ્વચ્છતા સુનિશ્ચિત કરીને, તબીબી ઓક્સિજન માટે ઔદ્યોગિક સિલિન્ડરનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઉપરાંત, ટેન્કરની સંભવિત તંગીને પહોંચી વળવા, નાઇટ્રોજન અને ટેન્કરને ઓક્સિજનમાં ફેરવવાની મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, વડા પ્રધાનને, મેડિકલ ઓક્સિજનના આયાત અંગેના પ્રયાસો વિશે પણ, માહિતગાર કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ / માધવી 


 
Top