मनोरंजन

Blog single photo

નેહા કક્કડ ના ઘરે હોળી પહેલા જ ઉજવણી શરુ

26/03/2021

નવી દિલ્હી, 26 માર્ચ, (હિ.સ.)  હોળીને હજી થોડા દિવસો બાકી છે, પરંતુ બોલિવૂડની હોળી નો રંગ અત્યારથી જ લાગવાનું શરુ થઇ ગયું છે. પ્રખ્યાત ગાયિકા નેહા કક્કડ ના ઘરે હોળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. તેણે આ ઉજવણીનો એક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં નેહા તેના ભાઈ ટોની કક્કર, પતિ રોહનપ્રીત સિંહ અને થોડા મિત્રો સાથે પૂલમાં મજા કરતી જોવા મળી રહી છે, અને આ વીડિયો બેકગ્રાઉન્ડમાં ટોની કક્કડ નું તાજેતરમાં રિલીઝ થયેલ ગીત 'તેરા સૂટ' બેક-ગ્રાઉન્ડ માં વાગી રહ્યું છે. ચાહકો સાથે આ વીડિયો શેર કરતાં નેહા કક્કરે લખ્યું - 'મારૂ પિચકારી હોકે લેફ્ટ, હોકે રાઇટ !!! પરિવાર સાથે ઘરમાં 'હોળી પહેલા ની મજા'.

આ વીડિયોમાં નેહાના પતિ અને પંજાબી સિંગર રોહનપ્રીતે નેહાને પોતાની ગોદમાં ઉપાડી છે અને આખા વીડિયોમાં તે નેહાને ગોદ માં ઉપાડીને જ મસ્તી કરી રહ્યા છે. લગ્ન પછી નેહા અને રોહનપ્રીતની આ પહેલી હોળી છે. ચાહકો જ્યારે તેમની હોળીની ઉજવણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પસંદ કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો કોરોના યુગમાં આવી જગ્યા પર એકત્રીત કરવા અને કોરોના પ્રોટોકોલને અનુસરતા ન હોવાને કારણે તેમને ટ્રોલ પણ કરી રહ્યાં છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા  / માધવી 


 
Top