मनोरंजन

Blog single photo

'તેજસ' માટે કંગના રનૌતે આર્મીની ટ્રેનીગ લીધી.

05/03/2021

નવી દિલ્હી, 05 માર્ચ ( હિ.સ.)    ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત, સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની ફિલ્મોને લગતા અપડેટ્સ ચાહકો સાથે શેર કરતી હોય છે. કંગના હાલના  દિવસોમાં તેની આગામી ફિલ્મોમાંના શુટીંગમાં  ખૂબ જ  વ્યસ્ત છે. તેની ઘણી ફિલ્મો આ લાઈનમાં  છે.  જેમાં તેની એક દેશભક્તિની ફિલ્મ 'તેજસ' પણ શામેલ છે.  આ ફિલ્મમાં કંગનાએ એરફોર્સ પાઇલટની ભૂમિકા ભજવી છે. તેની આ ફિલ્મમાં કંગનાને ભારતીય વાયુ સેનાના અધિકારી તરીકે દર્શાવવામાં આવી રહી છે. ફાઇટર પાયલોટની ભૂમિકામાં પોતાને ઢાળવા, કંગના સખત મહેનત કરી રહી છે. આ સાથે તે આ ફિલ્મ માટે, આર્મીની ટ્રેનિંગ પણ લઈ રહી છે. આ વિશે કંગનાએ પોતે સોશ્યલ મીડિયા પર, તેને લાગતો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

આ વીડિયોમાં કંગના નેટ પર ચડતી જોવા મળી રહી હતી. કંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે ચાહકો પણ તેની આ મહેનતની પ્રશંસા કરી રહ્યા છે. રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મના નિર્દેશક સર્વેશ મેવાડા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top