राज्य

Blog single photo

એએમસી ની કાર્યવાહી-કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ એમેઝોન સ્ટોર સીલ કર્યો

07/05/2021

-અમદાવાદમાં જોધપુર વોર્ડમાં કોર્પોરેશનની ટીમે કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ એમેઝોન સ્ટોર સીલ કર્યો
-3016 ખાનગી ઓફિસો અને એકમોનું ચેકિંગ કરાયુ અને 36 એકમોને સીલ કરી દેવાયા.
-કોરોનાનુ સંક્રમણ ના ફેલાય, તે માટે 50 ટકા સ્ટાફને બોલાવવાનો નિયમ છે.

અમદાવાદ,7 મે (હિ.સ.) અમદાવાદ શહેરમાં કોરોનાનુ સંક્રમણ વધતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફિસોમાં 50 ટકા જેટલા જ સ્ટાફને કામ કરવા માટે બોલાવવા સૂચના આપવામાં આવી હતી. છતાં શહેરમાં અનેક ઓફિસમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાયો હતો. આજે શહેરમાં જોધપુર વોર્ડમાં કોરોનાની ગાઈડ લાઈનના ભંગ બદલ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે એમેઝોન સ્ટોર સીલ કર્યો હતો.

શહેરમાં 50 ટકાથી વધુ સ્ટાફ બોલાવતી ઓફિસોમાં કોર્પોરેશનની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને બાદમાં ઓફિસો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. ગત સોમવારે અલગ અલગ વિસ્તારમાં 239 જેટલી ઓફિસોમાં કોરોના ગાઈડલાઈન્સની તપાસ કરતાં વસ્ત્રાપુરમાં કેશવબાગ પાર્ટી પ્લોટ પાસે, રત્નકાર 9 સ્ક્વેર બિલ્ડીંગમાં ઈનસાઈટ ક્રાફ્ટ તથા જેમ્સ ડિઝિટલ મીડિયા નામની બે ઓફિસમાં 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સીલ કરી દેવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર /  રેશ્મા નિનામા / માધવી  


 
Top