आर्थिक

Blog single photo

મહત્વના ક્ષેત્રોમાં ઉત્પાદનોમાં સુધારો આવવાના સંકેતો.....

13/02/2021

નવી દિલ્હી,  13 ફેબ્રુઆરી ( હિ.સ.) વૈશ્વિક કોરોના સંકટની છાયામાં ટોચના આઠ ઉદ્યોગોમાં ઔદ્યોગિક ઉત્પાદનનો સામાન્ય વિકાસ દર એપ્રિલ 2020 માં તીવ્ર ઘટાડા પછી, સુધરવાના સંકેતો દેખાઈ  રહયા છે. માર્ચ 2020 ના આઠ મોટા ઉદ્યોગોની વિસ્તારપૂર્વકના  પરિશિષ્ટ મુજબની અને આ મહિના મુજબની વિગતો પરિશિષ્ટમાં આપવામાં આવી છે. અચાનક કોરોના તરંગે- યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન, બ્રિટન અને જાપાન જેવી મોટી વિશ્વની અર્થવ્યવસ્થાઓને,  અસર કરી. દેશમાં લાદવામાં આવેલા  કર્ફ્યુને કારણે તેની અસર ભારતમાં વિવિધ ક્ષેત્રે પણ થઈ હતી. જો કે, કર્ફ્યુ હળવા થયા પછી અર્થતંત્રના ઘણા ક્ષેત્રોમાં સુધારો થયો. 

કેન્દ્ર સરકારે ઔદ્યોગિક ઉત્પાદન અને જીડીપીને વેગ આપવા માટે, ઘણા મહત્વપૂર્ણ સુધારાઓ અમલમાં મૂક્યા. નાદારી અને દીવાળખોરી અંગેના કાયદાની અમલવારી સાથે બેંકોને પુન:પ્રાપ્ત કરવામાં આવી છે. અન્ય અગત્યના સુધારાઓમાં પરોક્ષ વેરાની સુવિધા માટે માલ અને સેવા વેરો, ઘરેલું ઉત્પાદન ક્ષમતા વધારવા માટે, મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ, વિદેશી રોકાણ માટે વધુ વ્યાપક નીતિ, વધુ પારદર્શિતા માટે જનધન-આધાર-મોબાઇલનો સમાવેશ થાય છે.

કેરોના રોગચાળામાંથી દેશને ફરી બેઠું થવા માટે સરકારે રૂ. 27.1. લાખ કરોડ અથવા ભારતના જીડીપીના 13 ટકાના વિશેષ આર્થિક અને વ્યાપક પેકેજની ઘોષણા કરી છે. રાજ્યસભા આજે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય પ્રધાન સોમ પ્રકાશે તેના લેખિત જવાબમાં આ વાત જણાવી  હતી. 

 
હિન્દુસ્થાન સમાચાર / આદિત્ય બોકારે / માધવી 


 
Top