मनोरंजन

Blog single photo

લિજેન્ડરી એક્ટર પરેશ રાવલ, કોરોના રસી લીધા પછી પણ સંક્રમિત ....

27/03/2021

નવી દિલ્હી,  27 માર્ચ (હિ.સ)   બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને રાજનેતા પરેશ રાવલ ને કોરોનાને ચેપ લાગ્યો છે. પરેશ રાવલે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી ટવીટ કરી આપી છે.
 પરેશ રાવલે ટ્વિટ કરીને લખ્યુ કે, દુર્ભાગ્યથી, હું કોરોના પોઝિટિવ નિકળ્યો છું. છેલ્લા 10 દિવસથી મારી સાથે સંપર્કમાં આવનાર જે કોઈપણ હોય, તેઓ કૃપા કરીને તમારી તપાસ કરાવી લેજો. 
 
આ પોસ્ટ પછી, ચાહકો જલ્દીથી તેમની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે, અને તેમને તેમની તબિયત સંભાળવાની સલાહ આપી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, કોરોનાને ચેપ લાગ્યો, તે પહેલા પરેશ રાવલે આ મહિને, કોરોના રસીનો પ્રથમ ડોઝ પણ લીધો હતો. તેમણે 9 માર્ચે, કોરોના રસી લીધી તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર  શેર કર્યા હતા. 

દેશમાં કોરોના ચેપનુ પ્રમાણ ઝડપથી વધી રહ્યુ છે. બોલીવુડમાં પરેશ રાવલ ની પહેલા- મિલિંદ સોમન, આમિર ખાન, આર માધવન, રમેશ તોરાની, સિધ્ધાંત ચતુર્વેદી, કાર્તિક આર્યન વગેરેને તાજેતરમાં જ કોરોના ચેપથી સંક્રમિત થયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિન્હા  / માધવી 


 
Top