खेल

Blog single photo

આફ્રિકન મહિલા ક્રિકેટ ટીમ લખનૌ પહોંચી, ઉકાના સ્ટેડિયમ પણ તૈયાર

27/02/2021

લખનૌ, નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.) 7 માર્ચથી ભારત-દક્ષિણ આફ્રિકી મહિલા ક્રિકેટ સિરીઝ માટે, શનિવારે દક્ષીણ આફ્રિકાની મહિલા ખેલાડીઓ, લખનૌ પહોંચી ગઈ હતી. તે જ સમયે, ઉકાના સ્ટેડિયમ પણ પૂર્ણ રીતે સજ્જ કરવામાં આવ્યુ છે. ભારતીય મહિલા ખેલાડીઓએ પણ અહી પહોંચવાનુ શરૂ કરી દીધુ છે. દ.આફ્રિકન ટીમ પ્રથમ હોટલમાં એક અઠવાડિયા માટે ક્વોરેંટાઇન્ડ થશે.

ભારતીય મહિલા ટીમની મોટાભાગની ખેલાડીઓ, લખનૌ પહોંચી ગઈ છે. તેઓ અહીં વિવિધ હોટલમાં રોકાઈ રહ્યા છે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાની ટીમ પણ અહીં પહોંચી ગઈ છે. ઇકાનાના મેનેજિંગ ડિરેક્ટરએ પહેલેથી જ ઘોષણા કરી દીધી હતી કે, ખેલાડીઓએ એક અઠવાડિયા માટે કોરોન્ટાઈન  રહેવુ પડશે. આ સાથે, મેચ દરમિયાન પણ કોરોના રોગચાળાથી સંબંધિત તમામ નિયમોનુ પાલન કરવુ જરૂરી રહેશે. આ માટે આખુ મેદાન તૈયાર કરવામાં આવી રહ્યુ છે.

હિન્દુસ્થાન સમાચાર / ઉપેન્દ્ર / માધવી 


 
Top