भारत

Blog single photo

પ્રધાનમંત્રી મોદી એ, આવતીકાલે કોરોના ની વિકટ પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને, ત્રણ ઈમરજન્સી મીટીંગ બોલાવી

22/04/2021

નવી દિલ્હી, 22 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે, દેશમાં કોરોના રોગચાળાની કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સતત ત્રણ ઉચ્ચ-સ્તરની બેઠક યોજવાના છે. તેમણે શુક્રવારે દેશની હાલની કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ત્રણ ઉચ્ચ-સ્તરની બેઠક બોલાવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોનાની સ્થિતિ અંગે સવારે 9 વાગ્યે સમીક્ષા બેઠક યોજાશે. આ પછી 10 વાગ્યે, કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોના મુખ્ય પ્રધાનો વિડીયો કોન્ફરન્સ દ્વારા એક બેઠક કરશે. ત્રીજી બેઠક બપોરે 12.30 વાગ્યે યોજાશે, જ્યાં તેઓ વીસી દ્વારા દેશની ઓક્સિજન ઉત્પાદક કંપનીઓ સાથે ચર્ચા કરશે.

આ સાથે જ સાંજે પાંચ વાગ્યે પ્રધાનમંત્રી, વર્ચુઅલ માધ્યમથી પશ્ચિમ બંગાળના લોકોને સંબોધન કરશે. અગાઉ તેઓ પશ્ચિમ બંગાળના ચાર જિલ્લાઓમાં ચાર રેલીઓ માં ભાગ લેનાર હતા. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને તેમણે પશ્ચિમ બંગાળનો પ્રવાસ રદ કરી દીધો છે.

 હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / હિતેશ 


 
Top