खेल

Blog single photo

જો ભારત વિઝા અંગે લેકિત ખાતરી નહિ આપે તો પાકિસ્તાન, ટી-20 ને યુંએઈ ફેરવવાની માંગ કરશે

21/02/2021

લાહોર/ નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી (હિ.સ.) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના પ્રમુખ એહસાન મણિએ કહ્યું છે કે, 'જો ભારત વિઝા અંગે લેખિત ખાતરી નહીં આપે તો, તેઓ ટી -20 વર્લ્ડ કપ યુએઈમાં ટ્રાન્સફર કરવાની માંગ કરશે.' ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ, કોવિડ -19 રોગચાળાને કારણે આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2020 મુલતવી રાખ્યુ હતુ, જે હવે 2022 માં ઓસ્ટ્રેલિયામાં યોજાશે. જ્યારે ઇન્ડિયા આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2021 ની મેજબાની કરશે. 

મણિએ કહ્યું, "અમારી સરકારે અમને કદી કહ્યુ નહીં કે, અમે ભારતમાં રમી શકતા નથી. અમે આઇસીસી સાથે સહમત વ્યક્ત કરીએ છે કે, અમે તેમાં ભાગ લેવા જઈશુ અને અમે તે વાતનુ ઉલ્લંઘન નહી કરીએ." 

તેમણે કહ્યું, "આઈસીસી સ્તરે, મેં સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, વિઝા ફક્ત અમારી ટીમ માટે જ નહીં, પરંતુ અમારા ચાહકો, પત્રકારો અને બોર્ડ અધિકારીઓ માટે પણ જરૂરી છે, અને અમને ભારત સરકાર તરફથી લેખિત ખાતરીની જરૂર છે કે, તેઓ આ વિઝા આપશે." 

મણિએ કહ્યું, "અમે આઇસીસીને કહ્યુ છે કે, અમને માર્ચના અંત સુધીમાં લેખિત ખાતરીની જરૂર છે. જેથી આગળ શું કરવુ તે આપણે જાણી શકીશુ નહીં, તો ભારત કરતાં યુએઈમાં વર્લ્ડ કપ યોજાવાની માંગણી રાખીશુ." . 

મણિએ કહ્યું કે, 'તેઓ સંપૂર્ણ પાકિસ્તાની ટુકડીની સુરક્ષા વ્યવસ્થા અંગે, બીસીસીઆઈ પાસેથી લેખિત ખાતરી પણ માંગે છે." અહી જણાવી દઈએ કે, છેલ્લી વખત ઈંગ્લેન્ડમાં આયોજિત આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માં, ભારત અને પાકિસ્તાનની ટીમો, એકબીજાની સામે હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને 89 રને પરાજય આપ્યો હતો.  

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / હિતેશ


 
Top