भारत

Blog single photo

પાછલા અનુભવના આધારે, આપણે કોરોનાને હરાવીશુ - ડો.હર્ષ વર્ધન

16/04/2021

 નવી દિલ્હી, 16 એપ્રિલ ( હિ.સ.) કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને  શુક્રવારે, એઈમ્સ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં આરોગ્ય સુવિધાઓનુ નિરીક્ષણ કર્યું હતુ. આ પ્રસંગે તેમણે હોસ્પિટલના ડોકટરોની સમસ્યાઓ પણ સાંભળી હતી, અને ખામીઓ સુધારવાના નિર્દેશો પણ આપ્યા હતા.

 નિરીક્ષણ પછી મીડિયા સાથે વાત કરતા ડો. હર્ષવર્ધનએ જણાવ્યુ હતુ કે, ' ગયા વર્ષના અનુભવની સાથે આપણી પાસે કોઈ વસ્તુ નો અભાવ નથી. અનુભવ પણ પર્યાપ્ત છે અને પરીક્ષણ અને સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે.' તેમણે જણાવ્યુ હતુ કે, " ગયા વર્ષેની તુલનામાં, આ વર્ષે કોરોના દર્દીઓની સંખ્યામાં, વધારો થઈ રહ્યો છે. તેમ છતાં, ડોકટરો પાસે વધુ અનુભવ છે, અને તેઓ ગયા વર્ષ કરતા આ રોગને વધુ સારી રીતે સમજે છે. આત્મવિશ્વાસ સાથે, આપણે ફરીથી આ રોગને હરાવીશુ. "

ટ્રોમા સેન્ટરમાં 70 અને એઇમ્સ ઝજ્જરમાં 100 પથારી વધારવામાં આવશે - 

 ડો.હર્ષવર્ધનએ જણાવ્યુ કે, 'ટ્રોમા સેન્ટરમાં કોરોના પથારીની સંખ્યા 266 છે, જેમાંથી 253 પથારી પર દર્દીઓ છે. અમે અહીં  70 બેડ સંખ્યા વધારવાનુ નક્કી કર્યું છે. ઝજ્જરની રાષ્ટ્રીય કેન્સર સંસ્થામાં, કોરોના માટે 500 પથારી છે. ત્યાં 100 વધુ પથારી વધારવાનો, નિર્ણય લેવામાં આવ્યો છે."

હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / માધવી 


 
Top