आर्थिक

Blog single photo

મહિના ના અંત સુધી માં એસી, ફ્રીઝ, વોશિંગ મશીન જેવી વસ્તુઓ માં ભાવ વધારો થવાની શક્યતા

16/03/2021

નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ.) જો તમે આ ઉનાળામાં એસી, ફ્રિજ અથવા વોશિંગ મશીન જેવી ટકાઉ વસ્તુઓ ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો પછીના 5-10 દિવસમાં તેને ખરીદી લેવા હિતાવહ છે. કારણ કે ફુગાવાના મોરચે એક વધુ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઉપભોક્તા ટકાઉ કિંમતોમાં આ મહિનાના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. કાચા માલના ભાવમાં વધારો તેની પાછળનું કારણ હોવાનું જણાવી રહ્યું છે. દિગ્ગજ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ સંસ્થાકીય ઇક્વિટીઝ એ એક રિપોર્ટમાં આ વાત કહી છે.

રિપોર્ટ અનુસાર, એપ્રિલથી ફ્રિજ, એસી, વોશિંગ મશીન વગેરેના ભાવમાં 5 થી 6 ટકાનો વધારો થવાની શક્યતા છે. છેલ્લા 3 મહિનામાં આ પ્રકારના ઉત્પાદનોની કિંમતમાં આ બીજો વધારો થશે. અગાઉ, કંપનીઓએ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ઘણા ઉત્પાદનોના ભાવમાં 4 થી 8% વધારો કર્યો હતો. તે પછી, આ વર્ષે એકંદરે વાઈટ ગુડ્સ ના ભાવમાં 10-12 ટકાનો વધારો થશે. કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપનીઓએ પણ આ અંગે તેમના રિટેલર્સને માહિતી જારી કરી છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં કાચા માલની કિંમતમાં 11-13 ટકાનો વધારો થયો છે. કંપનીઓએ હવે તબક્કાવાર ગ્રાહકોના ખભા પરનો ભાર બદલવાનો નિર્ણય લીધો છે. કંપનીઓ કહે છે કે કોરોના કટોકટી પહેલા, જ્યાં કન્ટેનર ભાડું 600 ડોલર હતું, હવે તેના 4000 ડોલર ચૂકવવા પડે છે. આ સાથે, બીજો કાચો માલ પણ પહેલા કરતા ઘણા વધુ ખર્ચાળ બન્યો છે.

નિષ્ણાતો માને છે કે, આ મહિનામાં અત્યાર સુધીમાં ગ્રાહક ટકાઉ ઉત્પાદનોના છૂટક વેચાણમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી, પરંતુ હવે એપ્રિલમાં ભાવ વધારાના ડરથી માર્ચના અંત સુધીમાં તેમનું વેચાણ વધવાની ધારણા છે.

હિન્દુસ્થાન સમાચાર / કુસુમ / હિતેશ 


 
Top