राज्य

Blog single photo

પ્રાંતિજ ના ઝીઝવાં ગામે કોરોના આઈશોલેશન્ટ વોર્ડ ની ધારાસભ્ય અને અધિકારીઓ એ લીધી મુલાકાત

08/05/2021

મોડાસા,08 મે (હિ.સ.) ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના કારણે રોજે રોજ સંકૃમિત કેશોમા રોકેટ ગતિએ વધારો થ‌ઈ રહ્યો છે.સાબરકાઠા અને અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં પણ કોરોના વાયરસનાં કારણે લોકો તમામે તમામ રીતે પરેશાન છે.દવાખાના કે હોસ્પિટલોમાં બેડ ઓકિસજન ઈન્જેકસન ની ભારે અછતના કારણે  લોકો ટપોટપ મરણને શરણ થ‌ઈ રહ્યા છે .તંત્રના તમામ દાવાઓ અને સબસલામતની વાતો ગપગોરા સાબિત થ‌ઈ છે .અને હજુ પણ આવા કેસોમાં વધારો થતો જોવા મળે છે. હવે ગામે ગામ આઈશોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે .પણ લગભગ ખાલી એમ છે. કારણકે ગામડાના સંકૃમિત દર્દીઓ આમાં જવા તૈયાર નથી.

પ્રાંતિજ તાલુકાના ઝીઝવા ગામે ગ્રામજનો અને ગ્રામપંચાયત દ્વારા પ્રાથમિક શાળામાં સુવિધા યુક્ત બનાવેલ આઈશોલેશન વોર્ડ ની આજે પ્રાંતિજ તલોદ ના ધારાસભ્ય  ગજેન્દ્રસિહ પરમારે મુલાકાત લીધી હતી.અને જરૂરી સેવાઓ સવલતોની સમીક્ષા કરી છે કંઈ મદદ જોઇએ તેની ખાત્રી આપી હતી.. ધારાસભ્ય  ઉપરાંત પ્રાંતિજ તલોદ તાલુકાના પ્રાન્ત ઓફિસર સોનલબા પઢેરીયા મામલતદાર,.તાલુકા અધિકારી ,અને વિવિધ આગેવાનો અધિકારી ઓ આઈશોલેશન વોર્ડ ની મુલાકાત લીધી હતી.સરપંચ  વગેરેએ વધુ બેડની જરૂર પડશે તો પણ વધુ બેડ નો સંપૂર્ણ સેવા સુવિધા સભર આઈશોલેશન વોર્ડ ઉભો કરવામાં આવશે. ધારાસભ્ય એ શોશ્યલ ડીસ્ટન્સ માસ્ક અને જરૂર જણાય તો જ બહાર જવાનું તેમજ સ્વચ્છતા અને વોર્ડ સેવાઓ આરોગ્ય સેવાના કર્મચારીઓ ની કામગીરી અને ફરજનિષ્ઠાની પ્રસંશા કરી હતી..
હિન્દુસ્તાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ 


 
Top