विदेश

Blog single photo

યુ.એસ.- બે મસાજ પાર્લર ગોળીબારમાં, આઠની હત્યા- એકની ધરપકડ

17/03/2021

એટલાન્ટા, નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.)  યુએસનુ  શહેર, એટલાન્ટા અને ઉપનગરોમાં બે મસાજ પાર્લરમાં  અંધાધુંધ  ગોળીબારની ઘટના ઘડી છે. જેમાં 8 લોકોનાં મોત નીપજ્યા હોવાનુ જાણવા મળે છે. આ કેસમાં 21 વર્ષિય યુવકની ધરપકડ કરવામાં આવી છે. 

 અહેવાલો મુજબ, આ ગોળીબાર ઉત્તર પૂર્વી એટલાન્ટાના મસાજ પાર્લરમાં થયો  હતો. જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. અન્ય મસાજ પાર્લરમાં થયેલ ગોળીબારમાં, ચાર લોકો માર્યા ગયા હતા. ચારેય મહિલાઓ એશિયન વંશની હોવાનુ કહેવાય છે.

હિન્દુસ્થાન  સમાચાર / હર્ષા ગોએન્કર  / માધવી 


 
Top