विदेश

Blog single photo

TLC પ્રતિબંધ બાદ, પાકિસ્તાનમાં અનિયંત્રિત પરિસ્થિતિ

15/04/2021

લાહોર (ઇસ્લામાબાદ ), નવી દિલ્હી, 15 એપ્રિલ ( હિ.સ.) પાકિસ્તાનના કટ્ટરવાદી ઈસ્લામી પક્ષ તહરીક -એ-લબ્બેક પાકિસ્તાન ( ટીએલપી ) ને આતંકવાદ ધારા 1997 ના  નિયમ 11 બી હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  મૌલાના સાદ રિઝવીના સમર્થનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ટેકેદારો સતત ત્રીજા દિવસે પોલીસ અને સેનાના અધિકારીઓ સાથે ઝડપ કરી રહ્યા છે. આ સંઘર્ષોમાં અત્યાર સુધીમાં, સાત લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 300 થી વધુ પોલીસ કર્મી પણ ઘાયલ થયા છે .

ગૃહપ્રધાન શેખ રાશીદ અહેમદે કહ્યુ કે, ' મેં પંજાબ સરકારના તેહરી-એ-લબ્બેક પાકિસ્તાન (ટીએલપી) પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ' તેમણે એમ પણ કહ્યુ કે,  " છેલ્લા બે દિવસમાં, વિરોધકારો સાથેની અથડામણમાં, ઓછામાં ઓછા બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે, અને 340 થી વધુ ઘાયલ થયા છે."

તે સર્વ નિવિદ છે કે, તેહરી-એ-લબ્બેક પાકિસ્તાન સમર્થકો, પયગંબર  મોહમ્મદનુ કાર્ટૂન પ્રકાશિત કરવા માટે, ફ્રેન્ચ રાજદૂત ને નિષ્કાષિત કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે આ એમ્બેસેડરને હાંકી કાઢવા માટે, 20 મી એપ્રિલ સુધી ઇમરાન ખાન સરકાર ને સમય આપ્યો હતો.  પરંતુ તે પહેલા પોલીસે, સોમવારે પાર્ટીના વડા સાદ હુસેન રિઝવીની ધરપકડ કરી હતી. આથી નારાજ ટીએલપીએ, દેશવ્યાપી વિરોધ શરૂ કર્યો. આ પ્રદર્શન માં ઘણા લોકોના મોત નીપજ્યા છે. 

તે જ સમયે, મંત્રી શેખ રાશીદ અહેમદે પણ કહ્યુ કે, ' વિરોધીઓ દ્વારા તમામ રસ્તા ખાલી કરાવામાં આવ્યા છે.  જો કે, ટીએલપીના જણાવ્યા મુજબ, આ અથડામણમાં તેના ઘણા સમર્થકોનાં મોત નીપજ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અજિત / માધવી 


 
Top