आर्थिक

Blog single photo

કોરોના ના કારણે શેરબજાર માં ગભરાટ નો માહોલ, વાયદા બજાર માં સુસ્તી

26/03/2021

નવી દિલ્હી, 26 માર્ચ ( હિ.સ.) કોરોના સંક્રમણનું મોજું ફરી આવતાં, શેરબજારમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો છે. જોકે આજે બજારમાં તેજી જોવા મળી હતી, અને સેન્સેક્સ 568.38 પોઇન્ટના વધારા સાથે, બંધ રહ્યો હતો, પરંતુ વાયદાના કારોબારમાં સ્પષ્ટ સુસ્તી જોવા મળી હતી. શેરબજારના ફ્યુચર્સ ટ્રેડિંગમાં માર્ચ, સિરીઝની સમાપ્તિ પછી, એપ્રિલ સિરીઝમાં નાની સંખ્યામાં વેપારીઓએ સોદા ને રોલ ઓવર કર્યા છે.

એવું માનવામાં આવે છે કે, દેશમાં કોરોના ચેપના વધતા જતા કેસો, ડોલરના ભાવમાં સતત મજબૂતી અને યુ.એસ. માં બોન્ડ યીલ્ડમાં આવેલ તેજી એ, ઘણા વેપારીઓના મંતવ્યોને પ્રભાવિત કર્યા છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ઘણા વિદેશી રોકાણકારોએ પણ, તાજેતરના સમયમાં વેચાણ શરૂ કર્યું છે, જેણે એપ્રિલ શ્રેણી પ્રત્યે વેપારીઓનું વલણ નબળું પાડ્યું છે. 

ગુરુવારે એક દિવસ પહેલા વિદેશી રોકાણકારોએ, ભારતીય શેરબજારમાં 3,383.6 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આટલા મોટા વેચવાલે, શેરના વાયદા વેપારમાં નકારાત્મક ભાવનાઓ નિર્માણ કરી છે. એવું માનવામાં આવે છે કે, આ એક મોટું કારણ પણ છે કે, ભારતીય ઉદ્યોગપતિઓ એપ્રિલ શ્રેણીમાં તેમના સોદાને આગળ વધારવાનું ટાળી રહ્યા છે. 

માર્કેટ નિષ્ણાત અનિલ તુલસીઅન કહે છે કે, યુએસ બોન્ડ યિલ્ડની મજબૂતાઈ, અને કોરોના સંક્રમણમાં ગતિએ વિદેશી રોકાણકારોના વલણને નકારાત્મક બનાવ્યું છે. ખાસ કરીને બેંક નિફ્ટી પર, માલિકીના વેપારીઓ પણ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ટૂંકી પોજીશન બનાવી રહ્યા છે. આ સાથે, ડોલરમાં આવેલ તેજી એ પણ, બજાર માટે સારા સમાચાર નથી. તેનાથી રોકાણકારોમાં નિરાશાનું વાતાવરણ બન્યુ છે. 

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / હિતેશ


 
Top