विदेश

Blog single photo

અફઘાનિસ્તાન : કાબુલ હુમલા માં 50 થી વધુ મોત, 100 લોકો ઘાયલ

09/05/2021

કાબુલ/નવી દિલ્હી, 09 મે (હિ.સ.). અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ના પશ્ચિમ વિસ્તારમાં એક શાળા નજીક બોમ્બ બ્લાસ્ટમાં મ્રુત લોકોની સંખ્યા 50 થી વધુ થઈ ગઈ છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના સ્થળે 25 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બાકીના લોકોનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય 100 લોકો ઘાયલ થયા છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક એરીયાને કહ્યું કે, એમ્બ્યુલન્સ શિયા બહુમતી દસ્ત-એ-બારચી વિસ્તારમાં આવેલી સૈયદ અલ-શાહદા સ્કૂલ નજીક વિસ્ફોટના સ્થળે આવી હતી.

આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા ગુલામ દસ્તીગર નાઝારીએ જણાવ્યું હતું કે, ગુસ્સે ભરાયેલા ટોળાએ એમ્બ્યુલન્સ ઉપર હુમલો કર્યો હતો અને આરોગ્ય કર્મચારીઓને પણ માર માર્યો હતો. તેઓએ લોકોને સહયોગ આપવા અને એમ્બ્યુલન્સને ઘટના સ્થળે જવાની મંજૂરી આપવા વિનંતી કરી છે. એરિયાન અને નાઝારીએ કહ્યું કે, આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા છે અને મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

હજી સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ અગાઉ ઇસ્લામિક સ્ટેટે આ જ શિયા બહુમતીવાળા વિસ્તારમાં થયેલા હુમલાઓની જવાબદારી લીધી હતી. હુમલો અહીંથી બાકી રહેલા 2500 થી 3000 યુ.એસ. સૈનિકોની ઔપચારિક વાપસી શરૂ થયાના કેટલાક દિવસ પછી કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનમાં યુ.એસ. આર્મી ની વાપસીની ઘોષણા થયા પછી આતંકવાદી હુમલામાં ઘણો વધારો થયો છે.

 હિન્દુસ્થાન સમાચાર / અજીત /હિતેશ 


 
Top