भारत

Blog single photo

કોરોના ના વધતા સંકટ ને ધ્યાન માં લઈને, સુપ્રીમ કોર્ટે તેની ખાસ નોંધ લીધી

22/04/2021

નવી દિલ્હી, 22 એપ્રિલ (હિ.સ.) સુપ્રીમ કોર્ટે, દેશભરમાં કોરોનાના વધતા સંક્રમણ અંગે નોંધ લઈને કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યુ કે, "છ હાઈકોર્ટ્સે આ મામલે કાર્યવાહી કરી છે. હું તેની પ્રશંસા કરું છું." કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. આ કેસમાં અદાલતને મદદ કરવા માટે વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વે ની એમિકસ ક્યુરિ, તરીકે નિમણૂક કરી હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ કે," તે ચાર મુદ્દાઓ પર સુનાવણી કરવા માંગે છે. " કોર્ટે કહ્યુ કે," અમે ઓક્સિજનનો પુરવઠો, આવશ્યક દવાઓનો પુરવઠો, રસીકરણની પદ્ધતિઓ ની સુનવણી કરવા માંગીએ છીએ." કોર્ટે કહ્યુ કે તે ઇચ્છે છે કે, " રાજ્ય સરકારો પાસે, લોકડાઉન કરવાનો અધિકાર રહે."

હિન્દુસ્થાન સમાચાર / સંજય કુમાર / હિતેશ 


 
Top