खेल

Blog single photo

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી-20 સીરીઝ માં બાકીની ત્રણ મેચો પ્રેક્ષકો વગર રમાશે

16/03/2021

નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ.). ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પાંચ મેચોની ટી -20 શ્રેણીની, બાકીની ત્રણ મેચ ખાલી સ્ટેડિયમમાં કોઈપણ દર્શકો વગર રમાશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "બીસીસીઆઈ એ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ) સાથે પરામર્શ કર્યા પછી, બંધ દરવાજા પાછળ ઇંગ્લેન્ડ સામે છેલ્લી ત્રણ ટી -20 મેચ યોજવાનો નિર્ણય લીધો છે. અને આ નિર્ણય રાજ્ય તથા સ્થાનિક આરોગ્ય અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે. "

 નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "બીસીસીઆઈ કોવિડ -19 વાયરસના ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરશે અને તેના ચાહકો અને હિતેચ્છુઓ ના સ્વાસ્થ્ય અને સલામતીને હંમેશાં ટોચ પર રાખશે. આ ટી-20 મેચ માં જેમની પાસે કોઈપણ એક મેચ અથવા ત્રણેય મેચ ની ટીકીટ ની ખરીદી છે, તેઓને તેમના નાણાં પરત કરવામાં આવશે. રિફંડ પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. "

 અમને જણાવી દઈએ કે પાંચ મેચની ટી 20 શ્રેણીમાં બંને ટીમો 1-1થી આગળ છે.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ /માધવી 


 
Top