राज्य

Blog single photo

સુરત : સિવિલ-સ્મીમેર હોસ્પિટલમાં 876 દર્દીઓ સારવાર હેઠળ

07/05/2021

સુરત, 7 મે : સમગ્ર દેશમાં દિન પ્રતિ દિન કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં ફરીથી એક વાર કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 4 લાખને પાર પહોંચી છે. ગુજરાતમાં પણ કોરોનાની મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે.ત્યારે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ અને મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં શુક્રવારે હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ હાલ કુલ 876 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં, સિવિલ હોસ્પિટલના 541 અને સ્મીમેર હોસ્પિટલના 335 દર્દીઓનો સમાવેશ થાય છે.આ બંને હોસ્પિટલોમાં આજની સ્થિતિએ કુલ 669 કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર ચાલી રહી છે.જેમાં સિવિલ હોસ્પિટલના 427 અને સ્મીમેર હોસ્પિટલના 242 કોરોના ગ્રસ્ત દર્દીઓનો સમાવેશ થાય છે.
સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં હાલ  541 દર્દીઓ સારવાર હેઠળ છે.જે પૈકી 427 પોઝીટીવ દર્દીઓ, 59 શંકાસ્પદ દર્દીઓ, તથા 55 નેગેટીવ દર્દીઓ છે.જયારે 428 પોઝીટીવ દર્દીઓ પૈકી  202 બાયપેપ પર , 30 ઇન્વેઝીવ વેરીયન્ટ પર , 151 ઓકિસજન પર અને અન્ય 44 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.તેમજ 59 શંકાસ્પદ દર્દીઓ પૈકી 34 દર્દીઓ બાયપેપ પર 24 ઓકિસજન પર તથા 55 નેગેટિવ દર્દીઓ પૈકી 31 બાયપેપ તથા 24 દર્દીઓ ઓકિસજન પર છે.છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓ ડિસ્ચાર્જ, 17 દર્દીઓનું શીંફટીગ કરવામાં આવ્યું છે.જે પૈકી 5 દર્દીઓને કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરોમાં અને 12 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.હોસ્પિટલમાં ઉભી કરવામાં આવેલી હેલ્પ ડેસ્કએ  274 ઓડિયો કોલ, 171 વિડીયો કોલ, 205 આઉટ સાઈટ કોલ કરવામાં આવ્યા હતા. 265 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શહેર મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હાલ કુલ 335 દર્દીઓ સારવાર હેઠળ છે.જે પૈકી 242 પોઝીટીવ દર્દીઓ, 21 શંકાસ્પદ દર્દીઓ, તથા 72 નેગેટીવ દર્દીઓ છે.242 પોઝીટીવ દર્દીઓ પૈકી 23 વેન્ટીલેટર, 83 બાયપેપ , 125 ઓકિસજન પર અને અન્ય 11 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.છેલ્લા ૨૪ કલાકમાં 17 દર્દીઓ ડિસ્ચાર્જ, અને 9 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.હોસ્પિટલ સ્થિત હેલ્પ ડેસ્ક દ્વારા 325 ઓડિયો કોલ, 348 વિડીયો કોલ કરવામાં આવ્યા હતા અને 359 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.છેલ્લા 4-5 દિવસથી શહેર-જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે, તંત્રએ રાહતની લાગણી અનુભવી છે. જોકે, સૂત્રોના મતે હાલ શહેર-જિલ્લામાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ ઘટાડી દેવામાં આવ્યું હોઈને કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.
હિંદુસ્થાન સમાચાર /  ભાવેશ ત્રિવેદી


 
Top