भारत

Blog single photo

રાજ્ય સરકારો, કેન્દ્ર દ્વારા અપાતી કોરોના વેક્સીન નો લાભ વધુ માં વધુ લોકો સુધી પહોંચાડે : પ્રધાનમંત્રી મોદી

25/04/2021

નવી દિલ્હી, 25 એપ્રિલ ( હિ.સ.)  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે, કેન્દ્ર સરકારના નિ:શુલ્ક રસી અભિયાન નો લાભ,  શક્ય તેટલા લોકો સુધી પહોંચાડવામાં આવે. તે જ સમયે, તેમણે દેશવાસીઓને ખાતરી આપી કે, કોરોના રસી મફત મુકાવાનો કાર્યક્રમ આગળ પણ ચાલતો રહેશે.

મોદીએ રવિવારે  તેમનો માસિક રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત માં'  કહ્યું, " ભારત સરકાર દ્વારા ચલાવી રહેલ, નિ:શુલ્ક રસીનો કાર્યક્રમ જે ચાલી રહ્યો છે, તે હજી આગળ પણ ચાલશે. હું રાજ્યોને પણ વિનંતી કરું છું કે, તેઓએ ભારત સરકારના આ નિ :શુલ્ક રસી અભિયાનનો લાભ, શક્ય તેટલા લોકો સુધી પહોચાડવો જોઈએ. "

તેમણે કહ્યુ કે," કોરોનાના આ સંકટમાં, રસીનુ મહત્વ દરેકને ખબર છે.  તેથી હું તમને વિનંતી કરું છું કે, રસી વિશે કોઇ અફવાઓ ન ફેલાવો. ભારત સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારોને, મફત રસી મોકલવામાં આવી છે."

મોદીએ કહ્યુ કે, "તમે બધાને એ પણ ખબર હશે કે, ભારત સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારોને મફત રસી મોકલવામાં આવી છે. જેનો 45 વર્ષથી ઉપરના લોકો લાભ લઈ શકે છે. હવે 1 મેથી દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેકને આ રસી ઉપલબ્ધ કરવામાં આવશે. હવે દેશના કોર્પોરેટ સેક્ટર અને કંપનીઓ પણ તેમના કર્મચારીઓને, રસી અપાવવા માટેના અભિયાનમાં ભાગ લઈ શકશે."

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / હિતેશ


 
Top