विदेश

Blog single photo

બ્રાજીલ માં એક દિવસ માં કોરોના ના એક લાખ થી વધુ કેસો

26/03/2021

બ્રાજીલિયા/નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.)  બ્રાજીલ માં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના 1,100,158 કેસ નોંધાયા છે. આ એક રેકોર્ડ છે. યુએસ પછી કોરોનાથી પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ બીજા ક્રમે છે. આ મુદ્દે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો પર સર્વાંગી દબાણ છે.

બ્રાજીલના વિદેશ પ્રધાન અર્નેસ્ટો અરાજો ની, કોરોના ની આવી કપરી પરિસ્થિતિ સાથે વ્યવહાર કરવામાં નિષ્ફળ રહેવા બદલ નિંદા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ દેશમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી કરવાની ખાતરી આપી છે. આ અગાઉ નાણાં પ્રધાન પાઉલો ગવેડીસ એ કહ્યું હતું કે, રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા માટે ખાનગી ક્ષેત્ર મદદરૂપ થઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / મુકુંદ / હિતેશ 


 
Top