आर्थिक

Blog single photo

બજાર 617 અંક વધીને 51,349 ના સ્તર પર બંધ થયુ

08/02/2021

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી (હિ.સ.) ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે સોમવારે પણ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 617 અંક વધીને 51,348.77 પર બંધ રહ્યો હતો. ઓટો અને મેટલ શેર મોખરે રહ્યા હતા. 

સોમવારે નિફ્ટી 50 અનુક્રમણિકા માં 15,000 ની સપાટીને વટાવી ગયો હતો. આ રેશિયો 21 ગણો વધ્યો છે, જે લાંબા ગાળાની સરેરાશ કરતા 17 ગણો છે. મોટાભાગના વિશ્લેષકો માને છે કે, માર્કેટમાં 2022-23 ની આવક પણ સમાયોજિત કરી છે. બંને સૂચકાંકોમાં 3-3% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. ઉપરાંત, વૈશ્વિક બજારોમાં તેજીથી બજારને ફાયદો થયો છે.

સોમવારે કારોબાર દરમિયાન સેન્સેક્સ પણ 51,523.38 ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, જે ઈન્ડેક્સનો ઉચ્ચતમ સ્તર છે. મહિન્દ્રા અને મહિન્દ્રાના શેરમાં 7.23% નો વધારો થયો છે. એક્સચેન્જમાં આશરે 3,227 શેરોમાં વેપાર થયો. 1,727 શેરોમાં વધારો જોવા મળ્યો છે, જયારે 1,306 શેરોમાં નરમાઇ જોવા મળી છે. 

તે જ સમયે, વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ (એફપીઆઈ) ફેબ્રુઆરીના પ્રથમ પાંચ ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજારોમાં 12,266 કરોડ રૂપિયાનુ ચોખ્ખુ રોકાણ કર્યું છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલ સામાન્ય બજેટથી, ભારતીય બજારોમાં એફપીઆઈનુ આકર્ષણ વધી રહ્યુ છે.

હિન્દુસ્થાન સમાચાર / કુસુમ / માધવી 


 
Top