मनोरंजन

Blog single photo

અનુરાગ કશ્યપ, ફિલ્મ અભિનેત્રી તાપ્સી પન્નુ ને ત્યાં, આજે ત્રીજા દિવસે પણ આવકવેરા ના દરોડા ચાલુ, 650 કરોડ ની કરચોરી

05/03/2021

મુંબઈ/નવી દિલ્હી, 05 માર્ચ (હિ.સ.) આવકવેરા વિભાગની ટીમ, કરચોરીના કેસમાં ત્રીજા દિવસે પણ સઘન કાર્યવાહી કરી રહી છે. બુધવારથી દરોડામાં 650 કરોડ રૂપિયાની કરચોરીના પુરાવા આવકવેરા વિભાગને મળ્યા છે. ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, ફિલ્મ અભિનેત્રી તાપ્સી પન્નુ ને ત્યાં કરવામાં આવેલી તપાસમાં, ક્વાન મેનેજમેન્ટ ની જયા સાહા નુ નામ પણ બહાર આવ્યું છે. તેથી જ શુક્રવારે આવકવેરાના અધિકારીઓ જયા સાહાના ઘર અને ઓફિસોની તપાસ પણ કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, ફિલ્મ અભિનેત્રી તાપસ પન્નુ અને ફેન્ટમ ફિલ્મ્સના ડિરેક્ટર્સ, ટેક્સ ચુકવણીની માહિતીમાં ગડબડ દેખાયા બાદ ઇન્કમટેક્સ વિભાગે બુધવારે દરોડા પાડવાની શરૂઆત કરી હતી. જેમાં જયા સાહા ની ક્વાન ટેલેન્ટ કંપનીનું નામ પણ સામે આવ્યું છે. તપાસમાં અત્યાર સુધીમાં રૂ .350 કરોડની કરચોરી અને 300 કરોડની હેરાફેરી નો ખુલાસો થયો છે. આવી જ રીતે આવકવેરા વિભાગને પણ તાપસી પન્નુના નામે 5 કરોડની રસીદ મળી છે. દરોડા દરમિયાન 7 લોકર પણ મળી આવ્યાં છે, જે વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યાં છે. આ સિવાય બનાવટી બિલથી 20 કરોડની ગડબડી હોવાના પુરાવા પણ છે. આ તમામ કેસોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર / હિતેશ 


 
Top