विदेश

Blog single photo

અમેરિકા ના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરીસ ના આવાસ બહાર થી, રાઈફલ અને દારૂગોળા સહીત એક વ્યક્તિ ની ધરપકડ

18/03/2021

વોશિંગ્ટન ડીસી / નવી દિલ્હી, 18 માર્ચ (હિ.સ.)  અમેરિકન પોલીસે બુધવારે યુનાઇટેડ સ્ટેટ્સના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ના વોશીન્ગ્ટન ડી.સી. ખાતે ના, સરકારી આવાસ ની બહારથી રાઇફલ, દારૂગોળા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

વોશિંગ્ટન મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે,' સ્થાનિક સમય અનુસાર બપોરે 12.12 વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો.' બાતમીના આધારે, તે ટેક્સાસનો  વતની હોવાનુ માલુમ પડ્યુ છે. અમેરિકન સિક્રેટ સર્વિસે તેની પૂછપરછ કરી હતી. તેની કારમાંથી એક રાઇફલ અને મોટી સંખ્યા માં દારૂગોળો મળી આવ્યો છે.

પોલીસ રિપોર્ટ અનુસાર, આરોપી મૂરેને પાસેથી એક એઆર -15 સેમી-ઓટોમેટિક રાઇફલ, 113 રાઉન્ડ ગેરકાયદેસર દારૂગોળો અને પાંચ 30 રાઉન્ડ મેગેજીન મળી આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તેના પર ખતરનાક શસ્ત્ર, રાઇફલ, ગેરકાયદેસર દારૂગોળો અને મોટી માત્રામાં ગોળીઓ સહિત ઘણા ગંભીર આરોપો લાદવામાં આવ્યા છે. ઇન્ટેલિજન્સ સર્વિસે અહેવાલ આપ્યો છે કે, તે સમયે કમલા હેરિસના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન ન હતુ.

હિન્દુસ્થાન સમાચાર / અજીત / હિતેશ 


 
Top