खेल

Blog single photo

યુએસએના સ્પિનર ​​નિસર્ગ પટેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી શકશે, આઇસીસી પ્રતિબંધ દુર કરશે

12/02/2021

દુબઇ, નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી ( હિ.સ.)     આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ અમેરિકા (યુએસએ) ના સ્પિનર ​​નિસર્ગ પટેલની, બોલિંગ પરનો પ્રતિબંધ હટાવ્યો છે.  હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી શકે છે. 

 11 ફેબ્રુઆરી 2020 ના રોજ નેપાળના કાઠમાંડુમાં, ઓમાન સામે આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 દરમિયાન, આવેલ અહેવાલો બાદ પટેલને બોલિંગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

આઇસીસીએ એક પ્રકાશનમાં જણાવ્યુ હતુ કે, "નિષ્ણાત પેનલે, પટેલની  બનાવવામાં આવેલી બોલિંગ એક્શનના વીડિયો ફૂટેજનો અભ્યાસ કર્યો અને નિષ્કર્ષ  કાઢ્યો કે, કોણી વિસ્તરણની માત્રા સ્વીકૃત 15 ડિગ્રી સ્તરના નિયમના અંદર હતી." 

મેચ અધિકારીઓની  સહાયતા માટે, બોલરની કાનૂની બોલિંગ ક્રિયાના અહેવાલો, ચિત્રો અને વીડિયો ફૂટેજ આપવામાં આવશે. આ પહેલા, પટેલની બોલિંગ એક્શનમાં કોણી વિસ્તરણની માત્રા, આઈસીસીના નિયમોમાં 15 ડિગ્રી સ્તરથી વધુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. 

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top