राज्य

Blog single photo

કોરોનાથી રિકવર થયેલા દર્દીમાં આડ અસર

07/05/2021

-ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના દર્દીને સાઈડ ઈફેક્ટ : 10 દર્દીએ ગુમાવી આંખોની રોશની
-મ્યુકરમાઇકોસિસના 40 કેસ નોંધાયા, લોકોને ઈન્જેક્શન મેળવવામાં થઈ રહી છે મુશ્કેલી 

ભાવનગર, અમદાવાદ, 7 મે (હિ.સ.) ગુજરાતના કોરોના વાયરસના કેસમાંથી આંશિક રાહત મળી રહી છે, પરંતુ હવે કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓમાં સાઈડ ઈફેક્ટ જોવા મળી રહી છે. દેશભરની સાથે રાજયમાં અને ભાવનગરમાં પણ કોરોના નો કહેર છે ત્યારે લોકો ભલે કોરોના ની સારવાર ના કારણે જીવ બચાવી ચુક્યા હોઈ પરંતુ હવે આ દર્દીઓ માટે એક નવી મુસીબત ઉભી થવા પામી છે ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કારણે જીવ બચાવી લેનારા લોકોએ હવે આંખની રોશની અને જડબાના કેટલાક ભાગો ગુમાવવાનો વારો આવ્યો છે ખાસ કરી ને ડાયાબીટીશ નુ પ્રમાણ જેમને વધુ રહેતું હોય અને જો તેમને કોરોના પોઝિટિવ થયો હોઈ તેવા દર્દીઓ મટે આ ફન્ગલ ઇન્ફેક્શન જોખમી બન્યું છે. 

કોરોના પોઝિટિવ દર્દીઓ એ કોરાઓના સમયે તબીબ સલાહ મુજબ સ્ટીરોઈડ્સ ના લીધું હોઈ તેમના કારણે આ બનાવો બનાવ પામ્યા છે ભાવનગર માં હાલ મ્યુકરમાઇકોસિસના 40 થી વધુ કેસો જોવા મળ્યા છે જે ચિંતા નો વિષય છે કેટલાક કિસ્સામાં લોકો ને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. 

દરરોજ 5 ઈન્જેક્શન લેવા પડે, 1 ઈન્જેક્શનની કિંમત 7500 જેટલી છે-
આ રોગ નો ભોગ બનેલાને ફરિજયાત ઓપરેશન કરાવવુ પડે છે, જેમાં દરરોજના 5 ઇન્જેક્શન લેવા પડે છે જેની 1 ની કિંમત રૂપિયા 7500 જેવી છે અને હાલ આ ઇન્જેક્શન મળવા પણ મુશ્કેલ બનાયા છે, તેમ દર્દીઓના સબંધીઓ નું કહેવું છે. 


હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા 


 
Top