खेल

Blog single photo

ભારતીય પુરુષ હોકી ટીમે જર્મની સાથે 1-1 ડ્રો રમી .....

03/03/2021

ક્રેફેલ્ડ, નવી દિલ્હી,  03 માર્ચ ( હિ.સ.) યુરોપ પ્રવાસની બીજી મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે, જર્મની સાથે 1-1 થી બરાબરી ની રમત રમી હતી. જર્મની તરફથી ભારતના જરમનપ્રીતસિંહે અને માર્ટિન હેનરે ગોલ કર્યા હતા.

પ્રવાસની તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં 6-1 થી વિજય નોંધાવ્યા બાદ, ભારતીય ટીમે બીજી મેચમાં પણ આક્રમક શરૂઆત કરી હતી. 

ચોથી મિનિટમાં, ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો, જેને ડિફેન્ડર જરમનપ્રીત સિંહે બદલીને, ભારતીય ટીમને 1-0 ની લીડ અપાવી. પછીની બે મિનિટમાં, યજમાનો પણ જોરદાર વાપસી કરતા પેનલ્ટી દ્વારા બરાબરીનો સ્કોર બનાવવાની તક મળી, પરંતુ તે બનાવવા સફળતા મેળવી શક્યા નહીં. 

ત્યારબાદ જર્મનીની  ટીમે, જવાબી કાર્યવાહી કરી અને હાફ ટાઇમના એક મિનિટ પહેલા, અનુભવી માર્ટિન હેનરે પેનલ્ટી ગોલને રૂપાંતરિત કરી જર્મનીને 1-1 નો સ્કોર અપાવ્યો અને અંતે આ સ્કોર નિર્ણાયક સાબિત થયો. 

 મેચ બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ ગ્રેહામ રેડે કહ્યુ, "આ મેચ અમારા ખેલાડીઓ માટે, સારો અનુભવ હતો. તે એક કઠણ મેચ હતી અને ટીમે સખત મહેનત કરી. બંને ટીમોએ તકો ઊભી કરી અને મને વિશ્વાસ છે કે, અમેં આ મેચ માંથી  ઘણુ શીખીશું. "

 ભારતીય ટીમ તેની આગામી મેચ શનિવારે 6 માર્ચે, ગ્રેટ બ્રિટનની સાથે રમશે.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top