खेल

Blog single photo

ઈન્ટરનેશનલ બોડી બિલ્ડરનું વડોદરામાં કોરોનાથી નિધન

01/05/2021


-કોરોના સંક્રમિત થયા બાદ ચાર દિવસ સુધી ઑક્સિજન પર રખાયા
-જગદીશ લાડ માત્ર 34 વર્ષના હતા
-ઈન્ટરનેશનલ બૉડી બિલ્ડીંગમાં ઘણું મોટું નામ કમાયુ 
-મહામારીમાં આખરે જિંદગીથી જંગ હારી ગયા.

વડોદરા,30 એપ્રિલ (હિ.સ) 34 વર્ષીય ઈન્ટરનેશનલ બૉડી બિલ્ડર અને મિસ્ટર ઈન્ડિયા રહી ચૂકેલા જગદીશ લાડનુ શુક્રવારે વડોદરામાં કોરોના વાયરસથી નિધન થઈ ગયુ છે.કોરોના સંક્રમિત થયા બાદ, જગદીશ લાડને ચાર દિવસ સુધી ઑક્સિજન પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કોરોનાને મ્હાત ન આપી શક્યાં. જગદીશ લાડ 90 કિગ્રા વેઈટ વર્ગમાં ભાગ લેતા હતા. જગદીશ કેટલાંક વર્ષ પહેલાં જ નવી મુંબઈથી વડોદરા આવ્યા હતાં. અહીં તેમણે જિમની શરૂઆત કરી હતી. તેઓ મૂળ રૂપથી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કુંડલ ગામના વતની હતા.
 
જગદીશ લાડે વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડર અને મિસ્ટર ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાથે જ તેઓએ મહારાષ્ટ્ર પ્રદેશ સ્તરની સ્પર્ધામાં ગોલ્ડન મેડલ જીત્યો હતો. જગદીશ લાડે ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મહારાષ્ટ્ર અને ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. 

હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી 


 
Top