भारत

Blog single photo

ફ્રાંસ થી આઠ ઓક્સીજન પ્લાન્ટ અને 28 ટન અન્ય સામગ્રી ભારત માં આવી

02/05/2021

નવી દિલ્હી, 02 મે (હિ.સ.) ફ્રાન્સે રવિવારે આઠ ઓક્સિજન પ્લાન્ટ ભારત ને મોકલ્યા છે, જેમાંથી ચારનો ઉપયોગ દિલ્હીની હોસ્પિટલોમાં કરવામાં આવશે. આ ઉપરાંત લગભગ 28 ટન સામગ્રી મોકલવામાં આવી છે. ફ્રાન્સ દ્વારા મોકલેલુ દરેક ઓક્સિજન જનરેટર, 250 દર્દીઓને ઓક્સિજન પ્રદાન કરવામાં સક્ષમ છે.

ફ્રેન્ચ રાજદૂત ઇમેન્યુલ લેનિન ના નિવેદનમાં જણાવ્યા અનુસાર, દરેક ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ ભારતીય હોસ્પિટલને આગામી 10 વર્ષો સુધી આત્મનિર્ભર બનાવશે. તેઓને વિશ્વાસ છે કે, આરોગ્ય બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનું નવું ક્ષેત્ર બનશે, ત્યાં એક બીજાને મજબૂત બનાવશે.

ફ્રાન્સના દૂતાવાસી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આઠ હોસ્પિટલોમાં પ્લાન્ટ લગાવવામાં આવશે. તેમાંથી છ દિલ્હી-એનસીઆરમાં અને એક-એક તેલંગાણા અને હરિયાણામાં બનાવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ / હિતેશ 


 
Top