मनोरंजन

Blog single photo

સ્મારક બંધ થયા બાદ પણ શૂટિંગ થયુ, બેદરકારી બદલ તપાસ શરૂ .....

16/04/2021

આગ્રા/નવી દિલ્હી,16 એપ્રિલ (હિ.સ.) આગરા મહેતાબ બાગના એએસઆઈ કર્મચારીઓ એ, શુક્રવારે સવારે સ્મારક બંધ હોવા છતાં, એક સીરીયલ ની  શૂટીંગ  કરાવી  હતી. સવારે અહી આવી પહોંચેલી ટીમે, સિરિયલના અનેક દ્રશ્યો શૂટ કર્યા હતા. અધિકારીઓને આ અંગેની જાણ થતાં, તેઓએ શૂટિંગ  બંધ કરાવ્યુ હતુ. તે જ સમયે, અધિકારીઓએ આ કેસમાં બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે.
  
આપને જણાવી દઈએ કે, કોરોના ચેપને ધ્યાનમાં રાખીને 15 મી મે સુધી તમામ સ્મારકો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે સ્પષ્ટપણે જણાવાયુ છે કે,  ઐતિહાસિક ઇમારતોની અંદર કોઈ પ્રવેશ કરશે નહીં. આમ  હોવા છતાં, મહેતાબ બાગ ખાતે તૈનાત એએસઆઈ સ્ટાફે, અધિકારીઓના આદેશોનુ ઉલ્લંઘન કર્યું હતુ. કલમ 144 લાગુ કરવામાં આવી હોવા છતાં, સિમ્બલ સીરીયલ શૂટિંગની ટીમ, આજે સવારે મહેતાબ બાગ પહોંચી હતી. જ્યાં તે પાછળના દરવાજે થી દાખલ થઈ હતી. આ દરમિયાન મુખ્ય દરવાજો બંધ રાખવામાં આવ્યો હતો. શૂટિંગના તમામ કલાકારો અને કર્મચારીઓ અંદર આવ્યા અને સિરિયલના અનેક દ્રશ્યો શૂટ કર્યા હતા. પુરાતત્ત્વીય અધિકારીએ જણાવ્યુ કે, ' શૂટિંગ અંગેની જાણ થયા પછી, તેને તુરંત બંધ કરી દેવામાં આવ્યુ છે. આ કેસની તપાસ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.' 

હિન્દુસ્થાન સમાચાર / શ્રીકાંત / પ્રભાત ઓઝા / માધવી 


 
Top