विदेश

Blog single photo

રશિયા માં તૈયાર થયેલી રસી, એ.કે.-47 જેટલી વિશ્વસનીય છે : પુતિન

07/05/2021

મોસ્કો / નવી દિલ્હી, 07 મે (હિ.સ.) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એ તેમના દેશમાં બનાવવામાં આવેલી કોરોના રસીને સૌથી પ્રભાવી અને અસરકારક ગણાવી છે. પુતિન એ કહ્યું કે, આ રસી એકે -47 રાઇફલ જેટલી વિશ્વસનીય છે.

રશિયન નાયબ વડા પ્રધાન ટી.ગોલીકોવા સાથેની એક વીડિયો કોન્ફરન્સ દરમિયાન પુતિન એ કહ્યુ કે," દેશમાં 4 ઘરેલું વિકસિત રસીઓને મંજૂરી આપવામાં આવી છે. સ્પુતનિક- વી સહિતની અન્ય રસી એકે -47 રાઇફલ જેટલી વિશ્વસનીય છે. અમે  નહીં પણ,  યુરોપિયન નિષ્ણાતે કહ્યુ છે."

પુતિન એ આ ટિપ્પણી એવા સમયે કરી જ્યારે રશિયાએ સ્પુતનિક લાઇટ રસીના એક જ ડોઝ ના સંસ્કરણને મંજૂરી આપી. એક ડોઝ ની સ્પુતનિક લાઇટ રસીની અસરકારકતા 91.6 ટકા છે, જ્યારે સ્પૂતનીક-વીની બે ડોઝની અસરકારકતા 79.4 ટકા છે. એવું માનવામાં આવે છે કે રસીનું આ એક ડોઝ નું સંસ્કરણ રસીકરણને વેગ આપશે. એક ડોઝ સ્પુતનિક લાઇટની કિંમત આશરે 737 રૂપિયા છે.

નોંધનીય છે કે, 65 દેશોએ ભારત સહિત રશિયાની બે માત્રાની રસી સ્પુતનિક-વીના ઉપયોગને મંજૂરી આપી છે. સ્પુતનિક-વીની પહેલી બેચ પણ ભારત પહોંચી છે. શનિવારે રસી ના દોઢ લાખ ડોઝ ની એક ખેપ હૈદરાબાદ પહોંચી હતી .

એકે 47 રાઇફલ પણ રશિયામાં જ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ વિશ્વના દેશોમાં કરવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના /હિતેશ 


 
Top