मनोरंजन

Blog single photo

આવકવેરાના દરોડા બાદ તપસી પન્નુએ મૌન તોડ્યુ

06/03/2021

નવી દિલ્હી,06 માર્ચ ( હિ.સ.) બુધવારે ઇન્કમટેક્સ અધિકારીઓએ અભિનેત્રી તાપસી  પન્નુ ના ત્યાં દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગની પૂછપરછ અને તેમની કાર્યવાહી સતત ત્રણ દિવસ સુધી ચાલુ રાખતા, કરચોરીના સંદર્ભમાં ફેન્ટમ ફિલ્મના કરચોરી સંદર્ભે, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, વિકાસ બહલ અને અન્ય શામેલ છે. તે જ સમયે, આવકવેરા વિભાગની આ મોટી કાર્યવાહી દરમિયાન, અભિનેત્રી તાપસી પન્નુએ આ સમગ્ર મામલે પહેલીવાર પોતાનુ મૌન તોડ્યુ છે.  આ કાર્યવાહી અંગે પોતાનો ખુલાસો રજૂ કરતા,  તેણે સોશિયલ મીડિયા પર ત્રણ ટ્વિટ કર્યા છે. 

પોતાના  પ્રથમ ટવીટમાં તાપસી એ  લખ્યુ છે - "સઘન તપાસના 3 દિવસમાં, મુખ્યત્વે 3 વસ્તુઓ બહાર આવી છે. તથા કથીત જે  પેરિસ ના  બંગલાની ચાવી મારી  પાસે છે, જેની માલિક હું  જાતે જ છુ. હું ઉનાળાના વેકેશનમાં ત્યાં ક્યારેય ગઈ નથી.'

પોતાના બીજા ટ્વિટમાં, 'પાંચ કરોડની રસીદ અંગે સ્પષ્ટતા આપતા  તેણે લખ્યુ, "તેમની પાસે કોઈ પાંચ કરોડની રસીદ નથી અને ન તો તેણે આ પ્રકારના કોઇ પૈસા લીધા છે."

પોતાના છેલ્લા ટ્વીટમાં લખ્યુ - 'નાણાં પ્રધાનના જણાવ્યા મુજબ, 2013 માં મારે ત્યાં  દરોડા પડ્યા હતા.'

ચાહકો આ અંગે, સતત પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. ઇન્કમટેક્સના દરોડા દરમિયાન બોલિવૂડના ઘણા કલાકારો, તાપસીના સમર્થનમાં સામે  આવ્યા છે. જોકે, એવુ અનુમાન કરવામાં આવી રહ્યુ છે કે, આવકવેરાની આ કાર્યવાહી ચોથા દિવસે પણ ચાલુ રહી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top