विदेश

Blog single photo

વિશ્વ આરોગ્ય સંગઠને, અમેરિકા અને યુરોપમાં કોરોનાને લઈને ચેતવણી આપી ....

18/03/2021

જિનીવા, નવી દિલ્હી,18 માર્ચ ( હિ.સ.)  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ, વધતા કોરોના કેસો અંગે એલર્ટ જાહેર કર્યું છે. ડબ્લ્યુએચઓના અનુસાર, ગયા અઠવાડિયે વિશ્વમાં કોરોના ચેપના કેસોમાં 10 ટકાનો વધારો થયો છે. યુ.એસ. અને યુરોપમાં વધતા ચેપને કારણે, આ સ્થિતિ ઊભી થઈ છે. 

ડબ્લ્યુએચઓએ બુધવારે પ્રકાશિત થયેલા સાપ્તાહિક અપડેટમાં જણાવ્યુ છે કે, ' જાન્યુઆરીની શરૂઆતમાં વિશ્વમાં નવા કોરોના કેસની સંખ્યા દર અઠવાડિયે પાંચ લાખ  જેટલી હતી. પરંતુ ફેબ્રુઆરીના મધ્યમાં તેની ગતિ 2.5 લાખ  થઈ ગઈ હતી.'

વર્લ્ડ હેલ્થ એજન્સીએ કહ્યુ કે, ' વિશ્વવ્યાપી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે આ સતત ત્રીજુ અઠવાડિયુ છે. નવા દર્દીઓની સંખ્યામાંથી, એંસી ટકા યુ.એસ. અને યુરોપમાં જોવા મળ્યા છે.'

યુરોપમાં સકારાત્મક કેસોની સંખ્યામાં, છ ટકાનો વધારો થયો છે. જ્યારે મૃત્યુ દર સતત ઘટી રહ્યો છે. ફ્રાંસ, ઇટલી અને પોલેન્ડમાં મહત્તમ નવા કેસ નોંધાયા છે. એક ડઝન દેશોમાં, કોરોના-વાયરસ ચેપના વધેલા કેસોમાં ના મોટાભાગના યુરોપમાં છે. 

આપને જણાવી દઈએ  કે, એસ્ટ્રાઝેનેકા ની રસી લગાવ્યા પછી, લોહીના ગંઠાઈ જવાની સમસ્યાને કારણે,  મોટાભાગના દેશોએ, તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.  

હિન્દુસ્થાન સમાચાર / અજિત / માધવી 


 
Top