खेल

Blog single photo

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને સ્લોવેનીયાની આંદ્રેજા ક્લેપૈક ની જોડી એ, કતાર ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

02/03/2021

દોહા, નવી દિલ્હી, 02 માર્ચ (હિ.સ.)  ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને સ્લોવેનીયાની આંદ્રેજા ક્લેપૈક ની જોડી એ, કતાર ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સાનિયા- ક્લેપૈક ની જોડીએ ઉક્રેનિયન જોડી નાડીયા કીચેનોક અને લ્યુડમિલા કીચેનોક ની જોડીને 6-4 6-7 (5) 10-5થી હરાવી હતી.

સાનિયા મિર્ઝાની, 12 મહિના પછીની પહેલી મેચ હતી અને યોગાનુયોગ કતાર ઓપન તેણીની ગયા વર્ષ ની છેલ્લી ટુર્નામેન્ટ હતી જે પછી કોરોના રોગચાળાને કારણે તમામ સ્પર્ધાઓ અટકી ગઈ હતી. આ વર્ષે જાન્યુઆરીમાં સાનિયાએ જાહેર કર્યું હતું કે, તેનો કોવિડ -19 ટેસ્ટ સકારાત્મક આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, સૌથી મુશ્કેલ કાર્ય કોરોના ચેપ લાગવાના કારણે તેના બે વર્ષના બાળકથી દૂર રહેવાનું હતું.

તમને જણાવી દઈએ કે, સાનિયા ગત વર્ષે ફેડ કપ હાર્ટ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય હતી. માતા બન્યા બાદ તેને કોર્ટ પર સફળતાપૂર્વક પરત આવવા બદલ તેને એવોર્ડ મળ્યો હતો. સાનિયાએ આ જીત ના પૈસા તેલંગણાના સીએમ રિલીફ ફંડમાં આપ્યા હતા. 33 વર્ષીય સાનિયાને એશિયા-ઓસીયાના પ્રદેશ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેને કુલ 16985 માંથી 10 હજારથી વધુ મતો મળ્યા. ફેડ કપ હાર્ટ પ્રાઇઝની વિજેતાની પસંદગી ચાહકોના મતના આધારે કરવામાં આવે છે.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ /માધવી 


 
Top