आर्थिक

Blog single photo

ધ નૈનીતાલ બેંક લીમીટેડ ની 153 મી શાખા નો શુભારંભ

19/02/2021

નૈનીતાલ/ નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી ( હિ.સ.) રાજ્યની એકમાત્ર વ્યાવસાયિક બેંક, ધી નૈનીતાલ બેંક લિમિટેડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી દિનેશ પંતે, શુક્રવારે બેંકની 153 મી શાખાનુ ઉદઘાટન કર્યું હતુ. આ શાખાની સ્થાપના રાજેશ્વરીપુરમ દેહરાદૂનમાં કરવામાં આવી છે. પંતે, રીબીન કાપીને દીપ પ્રગટાવ્યો અને ઔપચારિકતાઓ પૂર્ણ કરી.
 
એક સરળ સમારોહમાં પંતે કહ્યુ કે, "98 વર્ષ જુની ઐતિહાસિક નૈનીતાલ બેંકની, હાલના  નાણાકીય વર્ષમાં 25 શાખાઓ ખોલવાના લક્ષ્યની સામે એકંદર 13 મી અને કુલ 153 મી શાખા છે. બેંક તેની વિસ્તરણ યોજના હેઠળ શાખાઓની સંખ્યા 200 અને બેંકના વ્યવસાયને 2023 સુધીમાં 20,000 કરોડ સુધી લઈ જવાના લક્ષ્યાંક પર કામ કરી રહી છે.'
 
તેમણે કહ્યુ કે,' બેંકે ગ્રાહકોને ઉચ્ચ તકનીકી સેવાઓ પૂરી પાડવાના હેતુથી, 10 પ્લેટફોર્મ પર બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવા માટે જરૂરી પગલા લીધા છે.' 

હિન્દુસ્થાન સમાચાર / ડો નવીન જોશી / મુકુંદ / હિતેશ


 
Top