विदेश

Blog single photo

બાંગ્લાદેશ માં કોરોના ની ગંભીર સ્થિતિ, સાત દિવસ નુ લોક-ડાઉન

03/04/2021

ઢાકા,નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) કોરોના કેસોમાં ઝડપથી વધારો થવાને કારણે, સોમવાર થી બાંગ્લાદેશમાં સાત દિવસ ના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. માર્ગ પરિવહન પ્રધાન ઓબાદુલ કાદેર એ શનિવારે મીડિયાને જણાવ્યું હતું કે, પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે આ લોકડાઉન કરવામાં આવ્યું છે.

રાજ્યના જાહેર પ્રશાસન પ્રધાન ફરહાદ હોસેને વીડિયો સંદેશમાં કહ્યું છે કે, કોરોના ચેપ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે સાત દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આ હુકમ ઉપયોગિતા અને કટોકટી સેવાઓ પર લાગુ થશે નહીં. આ સમય દરમિયાન તમામ કારખાનાઓ ખુલ્લા રહેશે. ત્યાં કામ કરતા લોકો તમામ માર્ગદર્શિકાને અનુસરીને પાળીમાં કામ કરી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / મુકુંદ / માધવી 


 
Top