आर्थिक

Blog single photo

બેન્કે સુઝુકી ટેક્સટાઇલને 144.57 કરોડ રૂપિયાની બાકી લોન જપ્ત કરી ...

18/02/2021

ભિલવાડા, નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી (હિ.સ.) ભિલવાડાના સુઝુકી ટેક્સટાઇલ લિ. મંડળના ગુઢા ખાતેના, વીવિંગ યુનિટને, ગુરુવારે સવારે કબજે કરવામાં આવી હતી. આઈડીબીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) સહિત સાત બેકના આશરે રૂ. 144.57 કરોડની લોન બાકી હતી. આ પહેલા કાપડ ઉદ્યોગ જૂથ સુઝુકી ગ્રૂપના સંચાલકે, બિજયનગર (અજમેર) માં સ્થિત  મકાન કબ્જે કરવામાં આવ્યુ હતુ. વણાટ એકમના કબ્જા અંગેની માહિતી મળતા જ, કાપડ બજારમાં જાણે ધરતીકંપ આવી ગયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુઝુકી ટેક્સટાઇલ્સ લિમિટેડ પર સાત મોટી બેંકો ના  144 કરોડ 57 લાખ 96 હજાર 998 રૂપિયા બાકી છે. જેમાં સર્વાધિક 62.17 કરોડની મહત્તમ રકમ, એસબીઆઈની છે. આ સિવાય આઈડીબીઆઈ, આઈસીઆઈસીઆઈ, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, તામિલનાડુ મર્કન્ટાઇલ બેન્કના નાણાં અટવાયા છે. આ રકમ પરત મેળવવા માટે, બેંકના સભ્ય આઈડીબીઆઈ, નવી દિલ્હીની શાખા દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીની  ગોઠવણ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી આસપાસના ઔદ્યોગિક એકમોમાં જાણે ધરતીકંપ આવી ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / મૂળચંદ પેસવાની / ઈશ્વર / માધવી 


 
Top