विदेश

Blog single photo

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો એ, મ્યાનમાર સંકટને લઈને આશિયાન દેશોની બેઠક બોલાવી

19/03/2021

જકાર્તા/નવી દિલ્હી, 19 માર્ચ (હિ.સ.) ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ મ્યાનમાર સંકટને લઈને આશિયાન દેશોની બેઠક બોલાવી છે.

વર્ચુઅલ માધ્યમ દ્વારા બોગોરમાં રાષ્ટ્રપતિ ભવન સાથે સીધા જોડતા, તેમણે તાત્કાલિક બ્રુનેઇના સુલતાન, દારુસલામ સાથે ઉચ્ચ-સ્તરની બેઠક બોલાવી છે. બ્રુનેઇ હાલમાં આશિયાન દેશોની દસ સભ્યોની સમિતિના અધ્યક્ષ છે. વિડોડો એ કહ્યું કે, મ્યાનમાર માં લોકશાહી પુન:સ્થાપિત કરવા અને શાંતિ અને સ્થિરતા લાવવા માટે વાટાઘાટો અને સમાધાન કરાર જરૂરી છે.

આ સાથે, તેમણે 1 ફેબ્રુઆરીએ લશ્કરી બળવો થયા બાદ, માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે પોતાને અને ઇન્ડોનેશિયાના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top