मनोरंजन

Blog single photo

ઇદ પર સલમાન ખાનની 'રાધે' સાથે ટકરાવા આવી રહી છે, જ્હોન અબ્રાહમની 'સત્યમેવ જયતે 2'

17/03/2021

નવી દિલ્હી, 17 માર્ચ ( હિ.સ.)    આ વર્ષે ઇદ પર, ફરી  મોટો ધમાકો થવાનો છે. તાજેતરમાં જ ઈદ પર સલમાન ખાનની ફિલ્મ 'રાધે' રિલીઝ થવાની ઘોષણા કર્યા બાદ, હવે જોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે 2' પણ,  ફિલ્મના નિર્માતા એ ઈદ પર  રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જ્હોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર અભિનીત, આ ફિલ્મમાં જોન અબ્રાહમ ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મ 'સત્યમેવ જયતે 2', આ વર્ષે 13 મેના રોજ ઈદ પર રિલીઝ થશે. જ્હોન અબ્રાહમે,  પોતે  ટ્વિટર પર ફિલ્મના નવા પોસ્ટરને શેર કરી,  આ માહિતી આપી હતી.' જ્હોન અબ્રાહમે સાથે લખ્યુ છે - 'આ ઈદ, સત્ય સામે જય લડશે, બંને ભારત માતાના લાલ ! સત્યમેવ જયતે 2, મે 2021 ના ​​રોજ, ઇદ પર રિલીઝ થઈ રહી છે.'

ફિલ્મના આ પોસ્ટરમાં જોન અબ્રાહમ ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 2018 ની ફિલ્મ સત્યમેવ જયતેની સિક્વલ છે. આ ફિલ્મ દેશભક્તિ, ક્રિયાએક્શન, ઈમોશનલ, ડ્રામાં, અને મનોરંજનનો પંચ છે. ફિલ્મના ડાયરેક્ટર મિલાપ ઝવેરી છે. આ ફિલ્મનુ નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, મોનિષા અડવાણી, મધુ ભોજવાની અને નિખિલ અડવાણી સંયુક્ત રીતે કરશે. આ સાથે જ સલમાન ખાનની ફિલ્મ 'રાધે' પણ, ઈદના અવસરે આ જ તારીખે રિલીઝ થવા જઈ રહી છે. એકંદરે ચાહકોને ઈદ ધમાકા જોવા મળવાના છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા /  માધવી 


 
Top