आर्थिक

Blog single photo

સતત 13 માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલ ના ભાવો માં કોઈ ફેરફાર નહિ

12/04/2021

નવી દિલ્હી,12 એપ્રિલ (હિ.સ.). આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા છતાં, સ્થાનિક બજારમાં તેલના ભાવ સ્થિર રહ્યા હતા. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત 13 માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલ 90.56 રૂપિયાના જુના ભાવે અને ડીઝલ 80.87 રૂપિયા પર પ્રતિ લિટર રહ્યું હતું.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશ ના અન્ય ત્રણ મહાનગરો મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈ માં પેટ્રોલની કિંમત અનુક્રમે 96.98 રૂપિયા, 90.77 રૂપિયા અને 92.58 રૂપિયા પ્રતિ લીટર હતી. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલ પણ અનુક્રમે 87.96 રૂપિયા, 83.75 રૂપિયા અને 85.88 રૂપિયા પ્રતિ લીટર રહી છે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ માર્કેટમાં આ સપ્તાહની શરૂઆતમાં થોડો ઉછાળો જોવા મળ્યો છે. સિંગાપોરમાં ટ્રેડિંગ દરમિયાન બ્રેન્ટ ક્રૂડ 0.35 ડોલર વધીને 63.30 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 0.27 ડોલર વધીને 59.59 ડોલર ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પ્રભાત ઓઝા /માધવી 


 
Top